________________
૫૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન જ ન હોવાથી કોની અપેક્ષાએ ‘ગાય' અર્થના વાચક જે શબ્દને મુખ્ય કહેવો? આથી નામકાવસરે “ગાય” અર્થવાચી જે શબ્દ મુખ્ય ન હોવાથી ‘જોગમુક્યો:૦' ન્યાય ન પ્રવર્તી શકે.
હવે પ્રસ્તુતમાં વિચારીએ તો હમણાં જ આપણે જોઈ ગયા કે વિવક્ષિત શબ્દની બાજુમાં કોઇ શબ્દાન્તરનું સંનિધાન થાય અને અર્થનો બાધ થતો જણાય તો તે વિવક્ષિત શબ્દનો અર્થ બદલવો પડતો હોવાથી બદલેલાં અર્થને લઈને તે વિવક્ષિત શબ્દ ગૌણ રૂપે પ્રતીત થાય છે. પણ સંજ્ઞામાં વર્તતા શબ્દોની બાજુમાં કોઇ તાદશ પદાન્તરનું સંનિધાન જ થતું નથી કે જેને લઇને અર્થનો બાધ થતો જણાતા તેમના મૂળ અર્થને ત્યજી ગ્રહણ કરેલા સંજ્ઞા રૂપ ગૌણ અર્થને લઈને તેઓ ગૌણ રૂપે પ્રતીત થતા હોય. આથી સંજ્ઞામાં વર્તતા સર્વ વિગેરે શબ્દો ગૌણ ન ગણાતા “મુક્યો .' ન્યાય ન પ્રવર્તવાથી તેમના સર્વાદિત્વના નિષેધાર્થે ગણપાઠમાં ‘ગસંજ્ઞાયામ્'વચનનો નિવેશ કરવો જરૂરી છે.
શંકઃ- “મુક્યો:૦' ન્યાય સ્થળે અમે શબ્દને પદાક્તરના સંનિધાનને લઈને ગૌણ રૂપે પ્રાપ્ત થતો અને મૂળ અર્થને લઈને મુખ્ય રૂપે પ્રાપ્ત થતો નહીં દર્શાવીએ, પણ વિવક્ષિત શબ્દના અનેક અર્થો પૈકી જે અર્થ ગુણના કારણે પ્રાપ્ત થતો હોય તાદશાર્થના વાચક શબ્દને ગૌણ કહીશું. જેમકે જો: વાદી: સ્થળે જો શબ્દવાચ્ય વાહીક પદાર્થ જડતા, મંદતા વિગેરે ગુણોના કારણે પ્રાપ્ત થાય છે, તે આ રીતે. વાહીક એટલે સંસ્કારહીન જડ પુરૂષA). ગાયમાં જેવા જડતા, મંદતા વિગેરે ગુણો હોય છે તેને સદશ જડતા, મંદતા વિગેરે ગુણો વાહકમાં પણ હોવાથી ગુણના સાદશ્યને લઈને વાહકમાં “ગોત્વ જાતિનો આરોપ (B) કરી તેને માટે જે શબ્દનો પ્રયોગ કરાય છે. અર્થાત્ જડતા, મંદતા વિગેરે ગુણોને લઈને ગાયને સદશ વાહીક C) પદાર્થ જો શબ્દથી વાચ્ય બને છે. (A) યુધિષ્ઠિર મીમાંસક મહાભારત કર્ણપર્વ (૪૪/૭)' ના શ્લોકને લઈને વાહીક પદાર્થને જુદા સ્વરૂપે બતાવે છે.
તે આ રીતે – 'પગ્યાનાં સિમ્પષષ્ઠાનાં નવીનાં વેઇન્તરા શ્રિતા: વાદા નામ તે રેશા ન તત્ર ડિવાં વસે 'યહાં सिन्धु, झेलम, चिनाब, रावी, व्यास और सतलुज इन छ: नदियों के मध्य के देश को 'वाहीक' कहा है। इन देशो में रहनेवाले पुराकाल में विद्वान, शूरवीर, अत्यन्त धर्मभीरु और नम्र = सीधे व्यक्ति थे। इनकी नम्रता अथवा सीधेपन की गौ से तुलना के कारण वाहीक देशवासियों के लिये तद्धर्मरुप (= नम्रता/सीधेपनात्मक धर्म के सादृश्य रुप) लक्षणा से गौ शब्दका प्रयोग होने लग गया था। (महाभाष्यम् प्रथमो भागः प्रथमखण्डः) स्वशक्यतावच्छेदकसमानाधिकरणगुणप्रतिसन्धानप्रयोज्यस्वशक्यतावच्छेदकप्रकारकारोपीयविषयताश्रयोऽर्थ: स्वस्य गौणोऽर्थः । અહીં જ વાડી:' નો અર્થ “ગાય સદશ વાહીક થાય અને જો શબ્દ ગાય સદશ અર્થનો વાચક છે, વાહીકનો નહીં. તો વાહીક પદાર્થો શબ્દથી વાચ્ય શી રીતે બની શકે? આવો સવાલ થાય. પણ તે અસ્થાને છે. કેમ કે નોર્ન વનમ્ સ્થળે જેમ નીત શબ્દ મૂળથી નીલ વર્ણનો વાચક હોવા છતાં બાજુમાં કમળ પદાર્થનો વાચક
મન શબ્દઆવતા તે નીલવર્ણવિશિષ્ટત્વેન કમળ પદાર્થનો વાચક બને છે, તેમ પ્રસ્તુતમાં પણ શબ્દ ‘ગાય સદુશ’ અર્થનો વાચક હોવા છતાં બાજુમાં વાહક પદાર્થનો વાચક વાહી શબ્દ આવતા તે ગોસદશત્વેન વાહક પદાર્થનો જ વાચક બને. બીજી રીતે કહીએ તો : વારી: સ્થળે ગોસદશ કોણ બને છે? વાહીક જ ને. આથી વિશેષણભૂત નો શબ્દ વાહીકાત્મક વિશેષ પદાર્થનો જ વાચક બને.