________________
૪૫
શંકા ઃ- કર્માર્થક અને કરણાર્થક વ્યુત્પત્તિને લઇને બે જુદા અર્થવાળો પસંઘ્યાન શબ્દ હોવા છતાં ઉપસંવ્યાન અર્થમાં અન્તર શબ્દને સર્વાદિ ગણવાની કોઇ જરૂર નથી. કેમકે બહારનું વસ્ત્ર (ઉત્તરીય) ખુલ્લા પ્રદેશની સાથે સંબંધવાળું હોવાથી બહિર્ભાવની સાથે યોગવાળું છે અને અંદરનું વસ્ત્ર (અંતરીય) બાહ્ય(A) એવા ઉત્તરીયની સાથે સંબદ્ધ હોવાથી બાહ્યની સાથે યોગવાળું છે. આમ બન્ને સ્થળે બહિયેંગને લઇને જ મેળ પડી જાય છે.
σε
૧.૪.૭
સમાધાન :- જ્યારે સરખા પ્રમાણવાળા બે ધોતિ વિગેરે કોઇ વસ્ત્ર પહેર્યા ન હોય પણ માત્ર હાથમાં પકડીને રાખ્યા હોય (અથવા પહેર્યા હોય તો પણ સરખા વર્ણવાળા તે બન્ને વસ્ત્રો એ રીતે સમાંતર પહેર્યા હોય) જોનારને ખબર ન પડે કે આ બેમાંથી કયું વસ્ત્ર ઉત્તરીય છે અને કયું અંતરીય. ત્યારે ઉત્તરીયનો બહિર્ભાવની સાથે યોગ અને અંતરીયનો બાહ્ય એવા ઉત્તરીયની સાથે યોગ જાણવો શક્ય ન બનતા બહિયેંગને લઇને વ્યવસ્થા જાળવવી શક્ય ન બને. તેથી ઉપસંવ્યાન અર્થમાં અન્તર શબ્દને સર્વાદિ ગણાવવો જરૂરી છે.
શંકા :- એમ તો કયું વસ્ત્ર ઉત્તરીય છે અને કયું અંતરીય છે તે જાણવું પણ શક્ય ન બનતા ઉપસંવ્યાનને લઇને પણ વ્યવસ્થા જાળવવી શક્ય નહીં બને.
સમાધાન ઃ- જે વ્યક્તિ પ્રેક્ષાપૂર્વકારી (વિચક્ષણ) હોય તે વ્યકિત પોતાના બુદ્ધિ બળે સમજી જાય કે આ વસ્ત્ર ઉત્તરીય સ્વરૂપ હશે અને આ વસ્ત્ર અંતરીય સ્વરૂપ હશે. માટે ઉપસંવ્યાનને લઇને વ્યવસ્થા જાળવવી શક્ય છે.
શંકા :વિચક્ષણ પુરૂષ જો બુદ્ધિ બળે ઉત્તરીય અને અંતરીય વસ્ત્રને જાણે અને ઉપસંવ્યાનને લઇને વ્યવસ્થા જાળવી શકે, તો આ ઉત્તરીય વસ્ત્ર બહિર્ભાવની સાથે યોગવાળું હશે અને આ અંતરીય વસ્ત્ર બાહ્ય એવા ઉત્તરીયની સાથે યોગવાળું હશે એમ જાણી તે બહિયેંગને લઇને પણ વ્યવસ્થા જાળવી શકે. માટે ઉપસંવ્યાન અર્થમાં અન્તર શબ્દને સર્વાદિ ગણાવવો વ્યર્થ છે.
સમાધાન :- તમારી વાત સાચી છે. પણ જ્યારે કોઇ વ્યક્તિએ એકસાથે ચાર વસ્ત્ર પહેર્યા હોય ત્યારે બહારથી પહેલું જે વસ્ત્ર છે તેનો બહિર્ભાવની સાથે યોગ હોવાથી અને બીજા વસ્ત્રનો બાહ્ય એવા તે પહેલા વજ્રની સાથે યોગ હોવાથી બહિયેંગને લઇને જ મેળ પડી જાય. પણ ત્રીજા અને ચોથા વસ્ત્રનો બહિયેંગને લઇને મેળ પાડવો શક્ય નથી. તેથી ત્રીજા અને ચોથા વસ્ત્રની વ્યવસ્થા માટે ઉપસંવ્યાન અર્થમાં અન્તર શબ્દને સર્વાદિ ગણાવવો જરૂરી છે. તેમાં વસંધ્યાન શબ્દની કર્માર્થક વ્યુત્પત્યનુસારે સૌથી અંદર પહેરેલું ચોથું વસ્ત્ર ઉપસંવ્યાન રૂપ ગણાશે અને કરણાર્થક વ્યુત્પત્યનુસારે અંદરનું ત્રીજું વસ્ત્ર ઉપસંવીયમાન રૂપ ગણાશે. દૃષ્ટાંત - અન્નરક્ષ્મ પટાય. (A) ‘બહિર્ભાવ = ખુલ્લો પ્રદેશ’ અને ‘બહિર્ભાવની સાથે યોગવાળી વસ્તુ = બાહ્ય’