________________
iv
પ્રસ્તાવના
પ્રસ્તાવના
વ્યક્તિ વિચારોની આપ-લે શ્રુતના માધ્યમે કરે છે. કેમકે મતિજ્ઞાન આદિ બાકીના ચારે જ્ઞાન મૌનવ્રતધારી છે, તેઓ વ્યક્તિને પોતાના બોધ પૂરતા જ સિમિત છે. આથી જ ‘ચઉ મૂંગા એક બોલતું’ એમ કહેવાયું છે. વ્યક્તિ ગમે તેટલો બુદ્ધિશાળી હોય, અવધિ–મનઃપર્યવ કે કેવળજ્ઞાની ભલે ને અતીન્દ્રિય વસ્તુને જોઇ શકતા હોય, છતાં શ્રુત વિના તેઓ પણ સામા વ્યક્તિને બોધ પમાડવા અસમર્થ છે. આથી જ પાંચે જ્ઞાનમાં અપેક્ષાએ શ્રુતજ્ઞાન સર્વાધિક છે.
શ્રુતજ્ઞાન આત્માને શબ્દોથી થતાં અર્થના બોધસ્વરૂપ છે. આને શાસ્ત્રકારો ભાવશ્રુત કહે છે અને તે ભાવશ્રુત જેનાથી ઉત્પન્ન થાય તે શબ્દોને દ્રવ્યશ્રુત કહે છે. ચોક્કસ પ્રકારના શબ્દાત્મક દ્રવ્યશ્રુતને લઇને ભાષાનું નિર્માણ થાય છે. જેમકે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, હિન્દી, ગુજરાતી વિગેરે દરેક ભાષાના શબ્દોમાં ભિન્નતા હોવાથી તેઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આ અનેક ભાષાઓ પૈકી કલ્યાણકર શ્રુત, જેને આપણે ‘શાસ્ત્ર’ કહીએ છીએ તે મોટાભાગે સંસ્કૃત -પ્રાકૃત ભાષામાં રચાયા છે. પરંતુ હાલના જનવર્ગને આ ભાષાઓ આવડતી નથી. કેમકે તે ચલણ(બોલી)માં નથી. આથી આ ભાષાઓ શીખવા વ્યાકરણ ભણવું આવશ્યક બને છે.
σε
ભાષા જો લોકબોલી રૂપે હોય તો બાળપણથી જ તે સાંભળતા સાંભળતા આવાપ-ઉદ્દાપ દ્વારા શીખાઇ જાય છે. જેમકે આપણને સાંભળતા સાંભળતા ગુજરાતી, હિન્દી વિગેરે ભાષા આવડી ગઇ. પરંતુ સંસ્કૃત-પ્રાકૃત ભાષા ચલણમાં ન હોવાથી તેને શીખવા વ્યાકરણ તરફ નજર કરવી જ પડે. લોકબોલીથી પણ ભાષાના વ્યવહારમાં ઉપયોગી એવા મર્યાદિત પ્રયોગ જ આવડે. બાકી ભાષાના વિશેષપ્રયોગો, વ્યુત્પત્તિને લઇને શબ્દમાંથી કઇ રીતે વિવક્ષિત અર્થ નીકળ્યો વિગેરે વ્યાકરણ ભણવાથી જ સમજી શકાય છે. સંસ્કૃત ભાષાનું ક્ષેત્ર વિશાળ છે. જો તેના એકેક શબ્દપ્રયોગ અને અર્થ શીખવા બેસીએ તો લાંબા કાળે પણ પાર ન આવે. લોકમાં કહેવાય છે કે દેવોના વિદ્યાગુરુ બૃહસ્પતિએ ઇન્દ્રને દેવતાઇ હજાર વર્ષ સુધી શબ્દપારાયણ શીખવ્યું છતાં પૂરુ ન થયું. આપણું એક વર્ષ એટલે દેવોનો એક દિવસ અને આપણા ત્રણસો સાંઇઠ વર્ષ એટલે દેવોનું એક વર્ષ. આવા દેવતાઇ હજાર વર્ષ સુધી શીખવ્યું, છતાં પૂર્ણ ન થયું.(A) આથી જો સંસ્કૃતભાષાને શબ્દપ્રયોગ ઉપરથી શીખવા જઇએ તો આખું આયખું ગ્રહણકાળમાં જ પૂરુ થઇ જાય, અભ્યાસ અને અધ્યાપન બાજુમાં જ રહી જાય. આનાથી સમજી શકાશે કે સંસ્કૃતભાષા કેટલી વિશાળ છે. છતાં વ્યાકરણ વિશાળકાય આ ભાષાને ટૂંકમાં આવરી લે છે. તે પ્રકૃતિ-પ્રત્યયના વિભાગ પાડી અનેકને આવરતી વિવિધ સંજ્ઞાઓ દ્વારા કેવી પ્રકૃતિને કયા પ્રત્યયો કેવા અર્થમાં થાય છે તે સૂત્રથી સમજાવી દે છે, જેથી અભ્યાસુ પ્રયોગ જોઇ તેમાં કઇ પ્રકૃતિ અને કયો પ્રત્યય હશે તેનો અંદાજ કરી અર્થનો નિશ્ચય કરી શકે. જો કે સંસ્કૃતભાષા પોતે અતિવિશાળ હોવાથી તેને ટૂંકમાં સમજાવતું વ્યાકરણ પણ મોટું તો રહેવાનું. તેથી કેટલાક અભ્યાસુઓને અભ્યાસ દરમિયાન વ્યાકરણ વ્યાધિકરણ રૂપે અનુભવાવાનું, છતાં (A) बृहस्पतिरिन्द्राय दिव्यं वर्षसहस्रं प्रतिपदविहितानां शब्दानां शब्दपारायणं प्रोवाच न चान्तं जगाम । ( महाभाष्ये)