________________
૫૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનં
બે અર્થમાં વર્તે છે. પ્રથમ અર્થ મુજબ અન્ત શબ્દને લઇને જે બહુવ્રીહિ સમાસ થશે તેમાં બહુવ્રીહિથી વાચ્ય (A)અન્યપદાર્થમાં અન્ત શબ્દથી સૂચવાતી મર્યાદાનો અંતર્ભાવ થશે. જેમકે ‘મર્યાવન્ત(B) ક્ષેત્રે ટેવવત્તસ્થ' અર્થાત્ ‘અમુક મર્યાદા છે છેડો જેનો એવું ખેતર દેવદત્તનું છે.’ અહીં મર્યાદારૂપે બતાવેલ સ્થળ ખેતરનું અવયવ હોવાથી તે ખેતરમાં અંતર્ભાવ પામે છે. અર્થાત્ ખેતરની સાથે-સાથે મર્યાદારૂપ તેનું અવયવ પણ દેવદત્તની માલિકીનું જણાય છે. જ્યારે બીજા અર્થ મુજબ અન્ત શબ્દને લઇને થતા બહુવ્રીહિથી વાચ્ય અન્યપદાર્થમાં અન્ત શબ્દથી સૂચવાતી મર્યાદાનો અંતર્ભાવ નથી થતો. જેમકે ‘નદ્યત્ત્ત લેવવત્તસ્ય ક્ષેત્રમ્’ અર્થાત્ ‘નદી સુધીનું ખેતર દેવદત્તનું છે.’ અહીં મર્યાદારૂપ નદી ખેતરનું અવયવ નથી, માટે નદી ખેતરમાં અંતર્ભાવ ન પામતા તેની પૂર્વના ભાગ સુધીનું ખેતર દેવદત્તની માલિકીનું જણાય છે.
આ રીતે અન્ત શબ્દ બે અર્થવાળો હોવાથી એવન્તા આ બહુવ્રીહિ સમાસમાં અન્ત શબ્દ ‘સહ તેન વર્તતે’ અર્થમાં લેશું, ત્યારે ‘ઓ સુધીના (અર્થાત્ ઓ પણ) વર્ગોને સ્વર કહેવાય છે.’ આવો સૂત્રાર્થ થશે. પરંતુ અન્ત શબ્દને ‘તતઃ પ્રા વ’ અર્થમાં લેશું, ત્યારે ‘ઓ સુધીના (અર્થાત્ TM થી ઓ સુધીના) વર્ગોને સ્વર કહેવાય છે.’ એવો સૂત્રાર્થ પણ થશે.
હવે આ બે અર્થમાંથી સૂત્રકારને જો પહેલો અર્થ ઇષ્ટ હોય અને બીજો અર્થ ઇષ્ટ ન હોય તો બીજા અર્થનો વ્યવચ્છેદ કરવા માટે સૂત્રકારે સૂત્રમાં અન્ત ને બદલે પર્યન્ત શબ્દનું ઉપાદાન કરવું જોઇએ. પર ઉપસર્ગપૂર્વકના અન્ત શબ્દનું અર્થાત્ પર્યન્ત શબ્દનું ગ્રહણ કરવાથી ‘અન્ય પદાર્થ’ અન્તર્ભૂત અર્થવાળો પ્રાપ્ત થશે. જેથી ગ થી ઔ સુધીના ૧૪ વર્ગોને સ્વરસંશા થઇ શકે.
સમાધાન ઃ – તમે અન્ત શબ્દના થતા બે અર્થને લઇને સૂત્રમાં જે દોષ બતાવો છો, તે દોષ આવતો નથી, કારણ કે સૂત્રકારે સૂત્રમાં ‘અવયવવાચી’ એવા અન્ત શબ્દનું ગ્રહણ કર્યું છે. અન્ત શબ્દ અવયવવાચી હોવાથી ‘મોત્ અન્તો (અવયવ:) યેમાં તે’ એ પ્રમાણે અવયવ દ્વારા સમાસનો વિગ્રહ થશે અને અન્યપદાર્થ ‘સમુદાય’ બનશે. હવે અવયવનો અવશ્યપણે સમુદાય (= અવયવી) રૂપ અન્યપદાર્થમાં અંતર્ભાવ થાય. તેથી ઓવન્તાઃ સમાસમાં આ અવયવ ‘વર્ણો’ રૂપ સમુદાય (અન્યપદાર્થ) માં અંતર્ભાવ પામશે અને ‘આ છે અવયવ જેનો, એવા વર્ણસમુદાયને સ્વર કહેવાય છે.' એ સમાસાર્થ થશે. તેથી ઞ થી ો સુધીના ૧૪ વર્ણો સ્વરસંજ્ઞા પામશે.
(A) ‘પૂર્વપાર્થપ્રધાનોઽવ્યયીમાવ:, ઉત્તરપાર્થપ્રયાનસ્તત્પુરુષ:, અન્યપાર્થપ્રયાનો બહુવ્રીહિક, ૩૫યપાર્થપ્રયાનો દોઃ ' રૂતિ પ્રાચામાવાર્તાનાં પ્રવાલઃ । (આ પ્રાયોવાદ છે, સિદ્ધાન્ત નહીં.)
(B) મર્યાવા અન્તો યસ્ય તદ્ = મર્યાવાાં ક્ષેત્રમ્