________________
૨.૨.૨
૨૫ કેમકે તે કોઇ એક જ ધર્મને મુખ્યપણે ગ્રહણ કરનારો હોય છે અને તમે બતાવેલો ‘ધર્ષે ધર્ટેડ' શ્લોકાંશ પણ નયના સંદર્ભમાં છે. જ્યારે પ્રમાણ વસ્તુનો પરિપૂર્ણ (પરસ્પર વિરોધી ભાસતા એવા સમગ્ર અંશોનો) બોધ કરાવનાર હોય છે. વસ્તુના ધર્મોમાં જો ભેદની વિવેક્ષા હોય તો પ્રમાણ દ્વારા વસ્તુનો પરિપૂર્ણ બોધ કરાવવા તેના સકલ ધર્મોનું યુગપ (એકસાથે) ગ્રહણ શક્ય ન બને. માટે પ્રમાણ સ્થળે વસ્તુના ધર્મોમાં અભેદ કે અભેદોપચારની વિવેક્ષા હોય છે. ભાવાર્થને આશ્રયીને અભેદની અને વ્યવહારને આશ્રયીને અભેદોપચારની વિવેક્ષા હોય છે, જે આપણે આગળ સ્પષ્ટ કરીએ. આમ પ્રમાણ” ભાવાર્થ કે વ્યવહારને આશ્રયીને વસ્તુનો પરિપૂર્ણ બોધ કરાવતો હોવાથી કોઈપણ વસ્તુ સમગ્ર પાસે મૂલવાતી હોવાથી વસ્તુ સકલરૂપે પ્રાપ્ત થાય છે. માટે જ સકલાદેશ પ્રમાણ રૂપે સ્વીકારાયો છે. કાલાદિ અષ્ટક (આઠ) ને આશ્રયી વસ્તુના અનંત ધર્મોમાં અભેદ કે અભેદ ઉપચારની વિવક્ષા કરી વરતુના અનંત ધર્મોનું એકસાથે પ્રતિપાદન કરનાર વાક્યને સકલાદેશ કહેવાય છે. આમ પ્રમાણ સ્થળે ધર્મો વચ્ચે અભેદ હોવાથી ધર્મોમાં ગૌણ-મુખ્યભાવનો પ્રસંગ ન રહેતા સમાનરૂપે ગ્રહણ કરાતા ધર્મોને લઇને વસ્તુની અનેકાંતાત્મકતા સિદ્ધ કરવી શક્ય છે. હવે આપણે ભાવાર્થ અને વ્યવહારને લઈને સકલાદેશને સમજીએ.
‘ભાવાર્થી વસ્તુને વિધિમુખે સ્થાપનારો છે, અર્થાત્ વિધિરૂપ છે, જેમકે ૧૬, દ્રવ્ય વિગેરે. જ્યારે વ્યવહાર' પ્રતિધિરૂપ છે, જેમકે સન્ દ્રવ્ય વિગેરે(A). તેમાં જ્યારે ભાવાર્થની પ્રરૂપણાને આશ્રયીને વિધિ મુખેસ, દ્રવ્ય નીવડ, ધર્માનિત, અધર્માસિસવાય, માવાનું, વાત:, મનુષ્ય: વિગેરે શબ્દોનો પ્રયોગ કરવામાં આવે ત્યારે (૧) કાળ, (૨) આત્મરૂપ, (૩) સંસર્ગ, (૪) ગુણિદેશ, (૫) અર્થ, (૬) સંબંધ, (૭) ઉપકાર અને (૮) શબ્દ; આ કાલાદિ અષ્ટકને આશ્રયીને અભેદને પામેલ વસ્તુનું ઉપરોક્ત સત્ દ્રવ્ય વિગેરે શબ્દો દ્વારા કથન થવાથી પ્રમાણને આધીન સકલાદેશનો પ્રયોગ થવાના કારણે અનંતધર્માત્મક વસ્તુનું સકલસ્વરૂપે (સંપૂર્ણપણે) કથન થાય છે.
આશય એ છે કે ભાવાર્થ ની પ્રધાનતા કરાય ત્યારે વસ્તુનું વિધિમુખે (અસ્તિ રૂપે) કથન થાય છે. અને ‘વ્યવહાર' ની પ્રધાનતા કરાય ત્યારે વસ્તુનું નિષેધમુખે કથન થાય છે. જેમકે વિશ્વમાં પુદ્ગલ-કાલાદિ દ્રવ્ય, રૂપ-રસાદિ ગુણ ઇત્યાદિ અનેક સત્ વસ્તુઓ રહેલી છે. તે વસ્તુઓમાં જે કાળે સર્વ ધર્મ રહ્યો છે, તે જ કાળે પુલત્વ, કાલત્વ, રૂપત્વ વિગેરે અનંતા ધર્મો પણ યથાયોગ્ય રહેલા છે. આમ સમાનકાલીન હોવાથી કાલની અપેક્ષાએ સર્વધર્મનો સર્વ ધર્મો સાથે અભેદ હોવાથી રાત્ શબ્દ સકલ સત્ વિશેષનું પ્રતિપાદન કરવા સમર્થ બને છે. (કાલની જેમ આત્મરૂપાદિ સાતની અપેક્ષાએ પણ સત્ત્વ નો સર્વ ધર્મો સાથે અભેદ સર્વત્ર સમજી લેવો.) તે (A) બુ. ન્યારામાં ‘વ્યવેદારો દ્રવ્ય :, ૫૦ (?) (દ્રવ્ય) પ્રતિષ: ' આવો પાઠ છે. તેમાં 'T:, (2)' આટલો
અંશ અશુદ્ધ જણાય છે, તેથી તેનો અર્થ નથી લખ્યો.