________________
૨૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન આશય એ છે કે “સર્વે સર્વાર્થવારા: 'નિયમ મુજબ દરેક શબ્દ દરેક અર્થનો વાચક બની શકે છે. પરંતુ તે માટે તેની બાજુમાં દ્યોતક એવો કોઇ શબ્દ હોવો જરૂરી છે. ઘાતક શબ્દ વાચક શબ્દમાં સુષતપણે પડેલા અર્થને પ્રકાશમાં લાવવાનું કામ કરે છે. માટે પ્રસ્તુતમાં ઘાતક એવા સ્થાત્ શબ્દના સહારે અમિત શબ્દ અસ્તિત્વની સાથે સાથે નાસ્તિત્ત્વાદિ ધર્મોનો પણ વાચક બની શકે. હવે રહી વાત ગૌણ-પ્રધાનભાવની. તો શુદ્ધ દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાએ વાત કરીએ તો ઘટનો અસ્તિત્વ અંશ મુખ્ય બને, કેમકે દ્રવ્યાર્થિકનય વસ્તુની ધ્રુવતા-નિત્યતા અર્થાત્ અસ્તિત્વને ભાર આપે છે અને અસ્તિત્ત્વના પ્રતિપક્ષી નાસ્તિત્વાદિ ઇતરાંશો ત્યારે ગૌણ બને છે. ગૌણ બનવાનું કારણ દ્રવ્યાર્થિકના પ્રધાનપણે નાસ્તિત્ત્વાદિ ધર્મોની બુદ્ધિમાં અર્પણા(ઉપસ્થિતિ) કરાવતો નથી અને પર્યાયાર્થિક નયને મુખ્યપણે માન્ય નાસ્તિત્ત્વાદિ ધર્મોનું નિરાકરણ (પ્રતિક્ષેપ) પણ કરતો નથી, અર્થાત્ ગૌણપણે ઊભો રહેવા દે છે. આમ પણ નાસ્તિત્ત્વાદિ ધર્મોને નિરપેક્ષ અસ્તિત્ત્વ શશશંગની જેમ સંભવતું નથી. અસ્તિત્વ ધર્મનાસ્તિત્ત્વાદિ ધર્મોને સાપેક્ષ છે, માટે અસ્તિત્વના પ્રાધાન્યકાળે નાસ્તિત્ત્વાદિ ધર્મોને ગૌણપણે ઊભા રાખવા જરૂરી છે. આવા અવસરે ચા અવ્યય અસ્તિત્ત્વનું પ્રધાનપણે અને નાસ્તિત્ત્વાદિ ધર્મોનું ગૌણપણે ઘોતન કરે છે. કેમકે મસ્તિ પદથી અસ્તિત્વ ધર્મ પ્રધાનપણે અને નાસ્તિત્ત્વાદિ ધર્મો ગૌણપણે વાચ્ય બને છે. આગળ પણ કહેવાઈ ગયું છે કે વાચક પદથી અર્થ જે સ્વરૂપે વાચ્ય બન્યો હોય તે સ્વરૂપે જ નિપાત તેનું ઘોતન કરી શકે છે, અન્ય સ્વરૂપે નહીં.
એવી જ રીતે પર્યાયાર્થિકનયની અપેક્ષાએ વિચારીએ તો ચાત્રાહિત પ્રવ ઘટ:' વિગેરે સ્થળે ઘટના નાસ્તિત્વાદિ અંશો મુખ્ય બનશે. કેમકે પર્યાયાર્થિક નય વસ્તુને પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યયશીલ અર્થાત્ નાશવંત માને છે. તથા નાસ્તિત્ત્વાદિનો પ્રતિપક્ષી અસ્તિત્વરૂપ ઇતરાંશ ગૌણ બનશે, કારણ પર્યાયાર્થિક વસ્તુની અનિત્યતાના ઢાળવાળો હોવાથી તે અસ્તિત્વધર્મની બુદ્ધિમાં અર્પણા (ઉપસ્થિતિ) કરાવતો નથી અને દ્રવ્યાર્થિકનયને મુખ્યપણે માન્ય અસ્તિત્વ ધર્મનું નિરાકરણ પણ કરતો નથી, અર્થાત્ ગૌણપણે ઊભો રહેવા દે છે. આમ પણ અસ્તિત્વ ધર્મનું નિરાકરણ કરવામાં આવે તો નાસ્તિત્ત્વાદિ ધર્મો અસત્ એવી કાચબાની રૂંવાટીની જેમ ઉત્પન્ન ન થાય. કેમકે વસ્તુનું નાસ્તિત્વ ‘ગસિદ્ધતિક્રિાઇમલો નત્તિ) નિયમ મુજબ તે વસ્તુના અસ્તિત્વને આભારી હોવાથી અસ્તિત્વ ધર્મને ગૌણપણે ઊભો રાખવો જરૂરી છે. આવા વખતે ચાલ્ અવ્યય આગળ કહ્યા મુજબ નાસ્તિત્ત્વાદિ ધર્મોનું પ્રધાનપણે અને અસ્તિત્વ ધર્મનું ગૌણપણે ઘોતન કરે છે. (A) દુનિયામાં કોઈ વસ્તુનું નાસ્તિત્વ (અવિઘમાનતા) પ્રામન થતું હોય તો અસ્તિત્વ બતાવવાનું રહે નહીં કેમકે
નાસ્તિત્વનો વ્યવચ્છેદ કરવાનો હોય તો જ અસ્તિત્વનું સ્થાપન કરવું જરૂરી બને. એ જ રીતે નાસ્તિત્ત્વાદિ
ધર્મો પણ અસ્તિત્વને સાપેક્ષ સમજવા. (B) જે વસ્તુનું અસ્તિત્વ ન હોય તેનો અભાવ (નાસ્તિત્વ) પણ ન મળે. શશશૃંગનું ક્યાંય અસ્તિત્વ નથી, તો
‘અહીં શશશૃંગનો અભાવ છે' એમ તેની અવિદ્યમાનતા પણ ન બતાવી શકાય.