________________
૧૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
નામોચ્ચારણનો પ્રતિષેધ છે. પ્રતિષિદ્ધ વસ્તુના આચરણથી પ્રાયશ્ચિતની વાત છે. તેથી ઉપપદ સહિત જ દેવતાનું નામોચ્ચારણ કરવું જરૂરી બને. હવે ‘શ્રી’ વિગેરે ઉપપદ તુચ્છ હોવાથી તેઓ તેવા પ્રકારના વિશિષ્ટ અર્થના પ્રતિપાદક નથી બનતા. તેથી વિશિષ્ટ અર્થના પ્રતિપાદન માટે અહીં પરમેશ્વરમ્ય પદને પરમેષ્ઠિનઃ પદના વિશેષણ તરીકે દર્શાવ્યું છે. અણિમાદિ લબ્ધિરૂપ પરમ ઐશ્વર્યવાળા અથવા પરમયોગની ઋદ્ધિ રૂપ ઐશ્વર્યવાળા જે હોય તેમને પરમેશ્વર કહેવાય. જેમ મહારાન સ્થળે મહાન્ઉપપદ ગુણથી વિશિષ્ટ એવા રાજા સ્વરૂપ દ્રવ્યને વિશેષિત કરે છે, તેમ પ્રસ્તુતમાં પણ પરમેશ્વરસ્ય ઉપપદ વિશેષતા કરે છે.
(3) જે પરમપદને (ટોચના સ્થાનને) વિશે વર્તતા હોય તેમને પરમેષ્ઠી કહેવાય. આમ પરમેશ્વર વિશેષણ પૂર્વકના પરમેષ્ઠી શબ્દથી સઘળાય રાગાદિ મળરૂપ કલંકથી રહિત, યોગ અને ક્ષેમના કરનારા, શસ્ત્ર વિગેરે ઉપાધિથી રહિત હોવાથી પ્રસન્નતાના પાત્રભૂત જ્યોતિસ્વરૂપ દેવોના પણ દેવ સર્વજ્ઞ એવા પુરુષવશેષ અર્થાત્ અરિહંત જણાય છે. કહ્યું છે કે – ‘જે રાગાદિથી રહિત હોય, યોગ-ક્ષેમના કરનારા હોય અને નિત્ય પ્રસન્ન હોય તેમને મુનિઓ દેવ સ્વરૂપે જાણે છે.'
(4) ‘મંત્રકલ્પ’ નામના ગ્રંથમાં મંત્રના વર્ગોને વાચક રૂપે ગણાવ્યા છે. તેથી અહીં માઁ આ મંત્રાક્ષરને પરમેષ્ઠીના વાચક રૂપે કહ્યો છે. બીજા દૃષ્ટાંત જોવા હોય તો ‘ઞ-સિ-મ-૩-સા’ આ બીજપંચક રૂપ મંત્ર અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો વાચક છે. ૩-૬-1-F-A-૪-યમ્' મંત્ર ડાકિની, રાકિની, લાકિની, કાકિની, શાકિની, હાકિની ને યાકિની આ આધારાદિ સાત દેવીઓનો વાચક છે અને અ કારાદિ સોળ સ્વરો એટલે ૪ થી અે તથા અનુસ્વાર અને વિસર્ગ આ સોળ સ્વરો વડે માંડલામાં રોહિણી વિગેરે સોળ દેવતાઓ વાચ્ય બને છે. આ અક્ષરો એમના વાચક એટલા માટે ગણાય છે, કેમકે આમનાથી એ બધાની પ્રતીતિ થાય છે.
(5) તાત્પર્યરૂપ વ્યાખ્યા અભિધેયરૂપ વ્યાખ્યા પછી કરાતી હોય છે, તેથી પરમેશ્વરસ્ય પરમેષ્ઠિનો વાવમ્' એમ અભિધેય રૂપે વ્યાખ્યા કરી હવે સિદ્ધવસ્યાઽઽવિવીનમ્' કહી તાત્પર્ય રૂપે વ્યાખ્યા કરે છે. ‘સિદ્ધચક્ર’ એ શાસ્ત્રપ્રસિદ્ધ ચક્રવિશેષનું અતિપ્રસિદ્ધ નામ છે. અથવા ‘વર્તુમ્ .૬.૨’ સૂત્રથી સિધ્ ધાતુને ત() પ્રત્યય લાગવાથી સિધ્ધત્તિ અસ્માત્ = સિદ્ધમ્ અને સિદ્ધ હૈં તત્ ચદ્રં ચ = સિદ્ધ પમ્ આ રીતે સિદ્ધપ શબ્દ બન્યો છે. દોષરહિત આ ચક્રનું ધ્યાન ધરતા જીવો સિદ્ધ થાય છે અર્થાત્ સફળ મનોરથવાળા થાય છે આથી તેને સિદ્ધચક્ર કહેવાય છે. આ ચક્રમાં તે તે સ્થળે રહેલ પરમ અક્ષરના ધ્યાનથી યોગ રૂપી ઋદ્ધિની સિદ્ધિ આના થકી પ્રાપ્ત થતી હોવાથી આને સિદ્ધચક્ર કહેવાય છે. તે સિદ્ધચક્રનું સĚ એ પ્રથમ બીજ છે. બીજનું સાદશ્ય જોવા મળે છે માટે આને બીજ કહેવામાં આવે છે. જેમ બીજ અંકુરો, છોડ અને આગળ જતા ફળ પેદા કરે છે, તેમ આ અર્દ રૂપ બીજ પુણ્યની વૃદ્ધિ, ભોગસુખ અને અંતે મુક્તિરૂપ ફળનું જનક હોવાથી તેને બીજ કહ્યું છે. ાઁ કાર વિગેરે બીજા પણ પાંચ બીજો છે. તેમની અપેક્ષાએ ગર્હ પ્રથમ છે. પ્રથમ સાધૂનામ્ પ્રયોગસ્થળે જેમ