________________
૨.૨.૨૦
૨૨૭ અવ્યયો કારકશક્તિ (સાધન) પ્રધાન 4) હોય છે, તેઓમાં બીજી કારકશક્તિનો સમાવેશ ન થઇ શકવાથી તથા જે અવ્યયો ક્રિયાપ્રધાનB) હોય છે તેમની સાથે પણ કારકશકિતનો મેળ ન પડવાથી C) અવ્યયોમાં કારકનું વૈવિધ્ય પણ સંભવતું નથી. એક આદિ સંખ્યાનો પણ અવ્યય સાથે અન્વય થતો નથી, તેથી અવ્યયોમાં વચનનું વૈવિધ્ય પણ નથી. આમ જે અવ્યયો અસત્ત્વભૂત (= દ્રવ્ય સિવાયના) અર્થના અભિધાયક હોય તેમનો દ્રવ્યના (સત્વના) ધર્મ એવા લિંગ, કારક અને એકત્વાદિ સંખ્યાની સાથે યોગ નથી થતો. તથા જે અવ્યયો સત્વવાચી હોય તેમનામાં પણ શબ્દની તેવા પ્રકારની શક્તિ હોવાથી પુખત્મસ્મર્ શબ્દોને જેમ સ્વાભાવિક રીતે લિંગનો યોગ નથી થતો તેમ લિંગ કારક અને સંખ્યાનો યોગ નથી થતો. આમ અસત્ત્વવાચી અને સત્ત્વવાચી બન્ને પ્રકારના અવ્યયો લિંગ, કારક અને સંખ્યા આ સત્ત્વધર્મોને લઈને વિવિધ સ્વરૂપને પામતા નથી માટે તેમને અવ્યય કહેવાય છે. આ જ વાતને ફરી બુ. વૃત્તિમાં શ્લોક બતાવી દ્રઢ કરે છે -
सदृशं त्रिषु लिङ्गषु सर्वासु च विभक्तिषु। वचनेषु च सर्वेषु यन्न व्येति तदव्ययम्।।
અર્થઃ જેઓ ત્રણે લિંગમાં, પ્રથમા વિગેરે સર્વ વિભક્તિઓમાં (= કારકોમાં) તથા એકવચન આદિ સર્વ વચનોમાં સમાન હોય છે, ફેરફારને નથી પામતા તેમને અવ્યય કહેવાય છે.
વાત એમ છે કે પ્રસ્તુતમાં કરવામાં આવેલ વ્યય સંજ્ઞા મોટી છે. એક સાથે અનેક વસ્તુઓને ટૂંકમાં સમજી શકાય તે માટે સંજ્ઞા કરવામાં આવતી હોય છે. અર્થાત્ નમ્બર્થ સંતરા નિયમ મુજબ સંજ્ઞા લાઘવાર્થે કરાય છે. તેથી જો તે નિષ્કારણ ગુરુ (મોટી) કરાય તો વ્યાજબીન કહેવાય. તેથી મધ્યમ આવી મોટી સંજ્ઞા કરવા પાછળ કોઈ પ્રયોજન બતાવવું પડે. પ્રયોજન એ છે કે આ મોટી સંજ્ઞા સાન્વર્થ (વ્યુત્પત્યર્થ ઘટે એવી) થઇને વિગેરેના વિશેષ્ય રૂપે અવ્યય સંક્ષિની ઉપસ્થિતિ કરાવે. તે આ રીતે – 'સ્વરરિ અવ્યયમ્ વ્યયસંજ્ઞ મવતિ (D) (સ્વ છે આદિમાં જેમના એવા વ્યયન પામનારા શબ્દો (= અવ્યય) અવ્યય સંજ્ઞક થાય છે.)
શંકા:- સૂત્રમાં એકવાર જ વ્યય શબ્દ લખ્યો છે. તો બે વાર તે શબ્દ શી રીતે પ્રાપ્ત કરી શકાય? હવે એકજ વાર પ્રાપ્ત થતા અવ્યય શબ્દને જો અન્વર્થ ગણીએ તો તે વ્યયન પામનાર” અર્થને જણાવવામાં તત્પર (અર્થ પરતંત્ર) થવાથી પોતાના શબ્દસ્વરૂપને જાળવનારો (= શબ્દસ્વરૂપનો આશ્રય) ન બની શકે. તેથી અવ્યય શબ્દથી સંજ્ઞા નહીંજણાય અને જો અવ્યય શબ્દને શબ્દસ્વરૂપને જાળવનારો સ્વીકારી સંજ્ઞાશબ્દરૂપે ગણાવવામાં આવે તો (A) જેમકે આગળ (5) નંબર સ્થળે આપણે જોઈ ગયા કે ૩૨ે અવ્યય અધિકરણશક્તિપ્રધાન છે. (B) હિરૂ, પૃથ વિગેરે અવ્યયો ક્રિયાપ્રધાન છે. આ અવ્યયો ક્રિયાવિશેષણ હોવાથી ક્રિયાપ્રધાન બને છે. (C) કારક ક્રિયાનો હેતુ હોય ક્રિયાપ્રધાન નહીં. માટે કારકશક્તિનો મેળ ન પડે. (D) અહીં ‘સ્વરહિ ગય' એ સંજ્ઞીઅંશ છે, જેમાં સ્વારિ પદ વિશેષણ અને મધ્યમ્ પદ તેના વિશેષ્ય રૂપે
જણાય છે તથા અવ્યયસંજ્ઞમ્ આ સંજ્ઞાઅંશ છે.