________________
।। ૐ નમઃ શ્રીપાર્શ્વનાથાય ।। હૈં નમઃ ।। कलिकालसर्वज्ञ- आचार्यदेव श्रीमद्विजय हेमचन्द्राचार्यविरचिते
श्री- सिद्धहेमचन्द्रशब्दानुशासने
बृहद्वृत्ति-बृहन्न्यास-लघुन्यासानां गुर्जर-विवरणम्
तत्र प्रथमाध्यायस्य प्रथमः पादः
બૃહાસ મંગલ :
'श्रीमन्तमजितं देवं श्रीमत्पार्श्व जिनोत्तमम् । शेषं निःशेषकर्तारं स्मृत्वा टीका प्रतन्यते । । '
શ્લોકાર્થ – જિનોમાં ઉત્તમ એવા શ્રીમાન્ અજિતનાથ પ્રભુને તથા શ્રીમાન્ પાર્શ્વનાથ પ્રભુને તેમજ શેષ સઘળાય વ્યાકરણના કર્તાઓને સ્મરણ કરીને આ શબ્દમહાર્ણવન્ત્યાસ (બૃહન્યાસ) ટીકા રચવામાં આવે છે.
જગત ઉપર ઉપકાર કરવાની ઇચ્છાવાળા શાસ્ત્રકારશ્રી સ્વને ગ્રંથસમાપ્તિરૂપ અને પરને ગ્રંથનો બોધ થવા રૂપ ઇષ્ટ અર્થની સિદ્ધિ માટે આદિથી અંત સુધીનાં પરમાત્માને ‘પ્રણમ્ય પરમાત્માનમ્...' શ્લોક દ્વારા સ્તવે છે. આ શ્લોક ગ્રંથનો બોધ કરવાના ઇચ્છુક શ્રોતાની ગ્રંથાધ્યયનની પ્રવૃત્તિમાં હેતુભૂત વિષય, અધિકારી, સંબંધ અને પ્રયોજનથી ગર્ભિત છે.
લઘુન્યાસ મંગલ :
प्रणम्य केवलालोकावलोकितजगत्त्रयम् । जिनेशं श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासने ।। शब्दविद्याविदां वन्द्योदयचन्द्रोपदेशतः । न्यासतः कतिचिद्दुर्गपदव्याख्याभिधीयते । ।
'
શ્લોકાર્થ – કેવળજ્ઞાનના પ્રકાશથી જેમણે ત્રણે જગતને જોયા છે એવા જિનેશ્વરને પ્રણામ કરીને, શબ્દશાસ્ત્રના વિદ્વાનોને વંઘ એવા શ્રી ઉદયચંદ્ર ગુરૂના ઉપદેશથી શ્રી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનને વિષે કેટલાક દુર્ગપદો (કઠિન સ્થળો) ની વ્યાખ્યા મારા વડે વિસ્તારથી કહેવાય છે.
અહીં સમસ્ત બુદ્ધિના પ્રકાશ વડે રચાયેલા તથા અનેક વિદ્વજનોના મનને ચમત્કાર ઉપજાવનારા શાસ્ત્રના જે સમૂહ, તેના દ્વારા વિસ્મય પમાડયા છે નિર્મળપ્રજ્ઞારૂપી ઋદ્ધિથી મહર્બિક એવા અનેક આચાર્યોને જેમણે, પોતાની અપ્રતીમ પ્રતિભાના સમૂહ દ્વારા અવગણ્યા છે દેવતાઓના આચાર્ય બૃહસ્પતિને જેમણે તથા શ્રી કુમારપાળ રાજાને