________________
૧૯૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન વ્યતિરેક’ એટલે તે વિવક્ષિત શબ્દ ગેરહાજર હોતે છતે તે અર્થનું પણ નહોવું. જેમકે વૃક્ષ: શબ્દ સાંભળીએ, ત્યાં વૃક્ષ અકારાન્ત શબ્દ છે, સિ (જી પ્રત્યય છે. વૃક્ષ: થી ‘મૂળ-શાખા-થડ-ફળ-ફૂલવાળાપણું તથા એક સંખ્યા આટલો આપણને અર્થબોધ થાય છે.
હવે વૃક્ષો પ્રયોગ સાંભળ્યું છતે પૂર્વોચ્ચરિત વૃક્ષ: શબ્દ કરતા આ શબ્દમાં થોડીક ભિન્નતા પ્રતીત થાય છે. વૃક્ષ: શબ્દની અપેક્ષાએ આમાં કોઇક શબ્દ હીન થયો છે, કોક શબ્દ નવો આવ્યો છે, ને કોઇક શબ્દ સ્થિર રહ્યો છે. અર્થાત્ સિ (જી પ્રત્યય હીન થયો છે, તે પ્રત્યય નવો આવ્યો છે ને વૃક્ષ શબ્દ ટકી રહ્યો છે.
એ જ પ્રમાણે ‘અર્થ અંગે વિચારીએ તો ત્યાં કોઇક અર્થ હીન થયો છે, કોઈ અર્થ નવો આવ્યો છે ને કેટલોકઅર્થયથાવત્ રહ્યો છે. જેમકે એકત્વહીન થયું છે, દ્ધિત્વઅર્થ પેદા થયો છે ને મૂળ-શાખા-થડ-ફળ-ફૂલવાળા -પણું અર્થ ટકી રહ્યો છે.
એનાથી આપણે સમજી શકીએ છીએ કે જે શબ્દ હીન થાય છે તેનો એ જ અર્થ હોવો જોઇએ કે જે અર્થ પણ હીન થાય છે. જે શબ્દ નવો આવે છે તેનો એ જ અર્થ હોવો જોઈએ કે જે અર્થનવો ઉત્પન્ન થાય છે. ને જે શબ્દ સ્થિર ટકી રહે છે તેનો અર્થ એ જ હોવો જોઇએ કે જે અર્થ સ્થિર ટકી રહે છે. આ રીતે કેવળ પ્રકૃતિ-પ્રત્યય પ્રયોગ ન કરાતા હોવા છતાં અન્વય-વ્યતિરેક દ્વારા તેમની અર્થવત્તા સિદ્ધ થઈ.
શંકા - જો એક શબ્દ એક જ અર્થમાં નિયત (એક જ અર્થનોવાચક) હોત તો અન્વય-વ્યતિરેક દ્વારા સિદ્ધ થાત કે “આ અર્થ પ્રકૃતિનો છે અને આ અર્થ પ્રત્યયનો છે.” પરંતુ એવું નથી. એવું પણ જોવા મળે છે કે એક જ પદાર્થનાવાચક અનેક શબ્દો હોય. જેમકે, શક્ય, પુરુદૂત અને પુરવ્ર શબ્દો ‘ઇન્દ્ર' પદાર્થના વાચક છે. એમ લખ્યું, કોષ્ટ અને સૂત શબ્દો કોઠી' અર્થનાવાચક છે. ઘણીવાર એક જ શબ્દ અનેક અર્થવાળો હોય છે. જેમકે બસ શબ્દ આંખ, જુગારના પાસા અને બહેડાનો વાચક છે. પદ શબ્દ પગ, વસ્તુના ચોથા ભાગ તથા ભાગ સામાન્યનો વાચક છે અને માપ શબ્દ અડદ, માપ વિશેષ તથા સોના કે તાંબાના સિક્કા વિગેરેનો વાચક છે.
સમાધાન - ભલે એક શબ્દના અનેક અર્થ થતા હોય કે અનેક શબ્દોનો એક અર્થ થતો હોય, એ કહીને તમારે કહેવું છે શું?
શંકા - અમારે કહેવું છે કે મક્ષ વિગેરે શબ્દના અનેક અર્થ થતાં હોવાથી મલશબ્દસર્વે વક્ષસ્ગર્વસર્વમ્ અને અક્ષરબ્દામા -સમાવ: આવો અન્વય-વ્યતિરેક મળી શકતો નથી. કેમકે જ્યારે ગત શબ્દ “બહેડા' વિગેરે અર્થને જણાવતો હોય ત્યારે ‘ચક્ષુ અર્થને લગતી અન્વય-વ્યતિરેક ન મળી શકે એમ જ્યારે તે ‘ચક્ષુઅર્થને જણાવતો હોય ત્યારે બહેડા” વિગેરે અર્થની સાથે તેના અન્વય-વ્યતિરેક ન મળી શકે. એવી રીતે જ્યાંઅનેક શબ્દોનો એક અર્થ થતો હોય તેવા ઇન્દ્રાર્થક શત્ર, પુરુદૂત, પુરા સ્થળે પણ શીર્વે રૂદ્ધાર્થસર્વમ્ અને શબ્દામાવે