________________
૧૭૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાસતો ઘડોબહિરંગ અભિધેય છે. અહીંબન્ને પ્રકારના અભિધેયનો આશ્રય કરાય છે. વિવક્ષાનુસાર તે બન્ને વચ્ચે ગૌણ -મુખ્યભાવ રહે છે.
શંકા - નિત્ય હોવાના કારણે અંતરંગ અભિધેય અર્થમાં જ સૂત્રગત અર્થ શબ્દનો પ્રયોગ થવો જોઇએ. શબ્દના સંબંધથી આરંભીને બુદ્ધિરૂપઅર્થ નિત્ય હોય છે. અર્થાત્ જ્યારે પણ શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે તેને લગતો બુદ્ધિરૂપ અર્થ અવશ્ય (નિત્ય) ઉપસ્થિત થાય છે. જેમકે બહિરંગ અર્થ (બળદ) હાજર ન હોવા છતાં જર્ના', ‘મૃત શબ્દો દ્વારા બળદ જન્મે છે’, ‘બળદમ આવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેથી તે નિત્ય છે. પરંતુ ત્યારે બળદ રૂપ બહિરંગ અર્થ હાજર હોય જ એવું નથી, તેથી તે નિત્ય નથી.
એ સિવાય વિપરીત વસ્તુના વિષયમાં પણ બુદ્ધિ અહેય (શકયો હોવાથી ઉત્પન્ન થાય છે. જેમકે વાહીક (= જડ પુઅ) મનુષ્ય હોવાથી અને બળદ પશુ હોવાથી તેઓ વિપરીત વસ્તુ છે. તેથી બળદ રૂપે વાહીક ક્યારેય સંભવે નહીં. પરંતુ બૌદ્ધિક અર્થની અપેક્ષાએ વિચારીએ તો તે હેય (અશક્ય)વસ્તુ નથી. કેમકે જોહી:' શબ્દપ્રયોગ કરાતા ‘બળદીયો જડપુરુષ' અર્થ બુદ્ધિમાં ઉપસ્થિત થાય છે.
વળી બૌદ્ધિક અર્થ અસાધારણ છે અને બહિરંગ અર્થ સાધારણ છે. કેમકે , શક, પુર વિગેરે બધાય પર્યાયવાચી શબ્દોનો બહિરંગ અર્થ એક (= સાધારણ) જ ઇન્દ્ર વ્યક્તિ રૂપે હોય છે. જ્યારે બૌદ્ધિક અર્થ જુદો જુદો હોય છે. જેમકે આદિ શબ્દોના રૂદ્ર, શના શકે અને પુરા પુરા આમ બન્યા હોવાથી તેમનાથી ઇન્દ્રવ્યક્તિ બુદ્ધિમાં ક્રમશઃ “ઐશ્વર્યવાળો વ્યક્તિ', “સામર્થવાળો વ્યક્તિ અને વજથીનગરને ફાડનાર વ્યક્તિ રૂપે ઉપસ્થિત થાય છે. વળી બાહ્યર્થની અપેક્ષાએ બુદ્ધિ રૂપ અર્થ વ્યાપક છે. કેમકે માવ, વિનાશ, અસત્ વસ્તુના વાચકશવિષાળવિગેરે શબ્દોનો બાહ્ય અર્થ પ્રાપ્ત નથી થતો, પણ બૌદ્ધિક અર્થપ્રાપ્ત થાય છે. અમુક જગ્યાએ ઘટન હોય અથવા ઘટનો નાશ થઇ જાય તો ત્યાં ધટાભાવ” કે “ધટધ્વસ' નામની કોઇ વસ્તુ બાહ્યઅર્થરૂપે પ્રાપ્ત નથી થતી, પરંતુ તેમનો બુક્યર્થ સંભવે છે. એ જ રીતે શશશૃંગ, આકાશકુસુમ વિગેરે અસત્ વસ્તુઓ દુનિયામાં ક્યાંય હયાત જ નથી હોતી, છતાં બુદ્ધિમાં સસલાના માથે શિંગડુ અથવા આકાશમાં ખીલતું પુષ્પ ઉપસ્થિત થઇ શકે છે. આ રીતે બુદ્ધિ સત્-અસત્ ઉભયવસ્તુને વિષય કરનાર હોવાથી વ્યાપક છે. આમ સર્વપ્રક્રિયા બુદ્ધિને લઈને ઘટી શકતી હોવાથી બુદ્ધિ રૂપ અંતરંગ અભિધેયને જ અર્થરૂપ સ્વીકારવી જોઈએ.
સમાધાન - તમારી વાત સાચી છે. બુદ્ધિ પણ અર્થસ્વરૂપ છે, જેથી તમે બતાવેલા સ્થળોએ તેને આશ્રયીને પ્રક્રિયા સિદ્ધ થઇ શકે છે. પરંતુ તેનાથી બુદ્ધિ જ અર્થ છે, બહિરંગ પદાર્થનહીં આવો બહિરંગ પદાર્થનો અપલાપ ઘટતો નથી. કેમકે જો જગતમાં બાહ્ય પદાર્થો જ ન હોત તો તેમના આલંબન વિના બુદ્ધિ ઉત્પન્ન થાત શી રીતે ? શરા