________________
૨.૨.૨૬
૧૭૧ જેમકે ગ્રંથકારશ્રીએ પોતે જ રચેલ કાવ્યાનુશાસન' ગ્રંથની ‘અલંકારચુડામણી ટીકામાં કહ્યું છે કે – “વકતા દ્વારા પ્રતિપાદન કરાતા કાકુવાક્યથી વાચ્ય અન્ય આસત્તિ તેમજ પ્રસ્તાવ, દેશ, કાળ, ચેષ્ટા વિગેરે વશ મુખ, અમુખ્ય અને વ્યગ્ય એવો અર્થ વ્યંજિત થાય છે. એ સિવાય પણ કહ્યું છે કે “પ્રસ્તાવ, ઔચિત્ય, દેશ, કાળ વિભાગ (ચોક્કસ પ્રકારના કાળ) અને શબ્દથી અર્થની પ્રતીતિ થાય છે. ફકત શબ્દથી અર્થની પ્રતીતિ થાય છે એવું નથી.” લોકમાં પણ આખા વાક્યને બદલે તેના એક દેશનો પ્રયોગ થતો જોવા મળે છે. જેમકે 'વિશ, પિન્કીન્' અહીં
ભર્તુહરિ કહે છે કે પ્રવિણ એ ક્રિયા છે. ક્રિયા અધિષ્ઠાન (આધાર) વગર પ્રવર્તે નહીં. તેથી ક્રિયાને યોગ્ય એવા સાધનનું (કર્મકારકનું) અહીં ગ્રહણ થશે અને પ્રવિણ શબ્દથી પ્રવિણ પૃએવો અર્થબોધ થશે. આમ જે અર્થ બે પદથી વાગ્ય બને તેમ હતો, તે ફક્ત ‘વિરા' શબ્દથી જણાય છે. પૃરૂપ સાધનને કેટલાક પ્રવિણ' શબ્દના અભિધેયરૂપે ગણે છે, તો કેટલાક તેને ગમ્ય (પ્રકરણાદિ વશ જેનો અર્થ જણાઇ આવે છે એવો) માને છે. અહીં વિન્ડી (આહાર વિશેષ) માં કંઇ પ્રવેશક્રિયા સંભવે નહીં, માટે ગૃહમ્રૂપ યોગ્ય સાધન પ્રવિર શબ્દનું અભિધેય (વાગ્ય) બને છે અથવા પ્રકરણાદિ વશ ગમ્ય બને છે.
એ જ પ્રમાણે પિન્કીન્' સાધન છે. સાધનનું અસ્તિત્વ ક્રિયા વિના ના હોય. તેથી ‘સાધન યોગ્ય એવી ક્રિયાનું ગ્રહણ કરે જ. જેમકે દહીંના ઘડારૂપ સાધન પૂર્ણતા વિગેરે ક્રિયાનું ગ્રહણ કરે તેમ. તેથી પ્રસ્તુતમાં પિન્કીમ્ શબ્દ પણ પિ પક્ષ એવા અર્થનો વાચક બને છે.
(6) શંકા - લોકમાં નિરાકાંક્ષ એવો પદસમૂહ વાવ છે એમ પ્રસિદ્ધ છે. જેમકે “વાક્યમાંથી છૂટ્ટાં પડ્યા હોય ત્યારે આકાંક્ષાવાળા અવયવો (શબ્દો) વાળો, પરંતુ અવયવો છૂટાં ન પડ્યા હોય ત્યારે વામની બહારના બીજા શબ્દોની આકાંક્ષા વિનાનો ક્રિયાપદપ્રધાન, વિશેષણપદ વાળો અને એક પ્રયોજનવાળો શબ્દસમૂહવાક્ય કહેવાય છે.” તેથી તો ?..રૂ' સૂત્રથી જ વાક્યસંજ્ઞા સિદ્ધ છે તો નિરર્થક આ સૂત્ર કેમ બનાવ્યું?
સમાધાન - નિરાકાંક્ષ એવા પદસમૂહને લોકમાં વાવ કહેવાય છે. તેથી ક્યારેક એક ક્રિયાના પ્રયોગ પછી પણ જો આકાંક્ષા ઊભી રહેતી હોય તો બીજી ક્રિયાના પ્રયોગ દ્વારા તે પદો જ્યારે નિરાકાંક્ષ બને, ત્યારે લોક તેને વાવ કહે. આમ બે ક્રિયાપદ હોવા છતાં આવા સ્થળે લોક એક વાક્ય જ માને. જ્યારે વ્યાકરણકારો તો આકાંક્ષા હોય તો પણ ક્રિયાભેદે વાક્યભેદ હોય એવું માને છે. આમ લોક કરતા વાવ ની વ્યાખ્યા ભિન્ન હોવાથી જુદું સૂત્ર રચીને ત્યાં આધ્યતિ કહેવા દ્વારા તેના એકત્વ સંખ્યાની વિવક્ષા કરી છે. અર્થાત્ પ્રત્યેક આખ્યાતે વાક્ય જુદું ગણાય એમ સૂચવ્યું છે. ગૌણ વસ્તુની સંખ્યાન વિવક્ષાય. પરંતુ આ સૂત્રમાં આખ્યાત વિધાનનો વિષ્ય બનતું હોવાથી પ્રધાન બનવાના કારણે તેની એત્વ સંખ્યા વિવક્ષાય છે.
શંકા - લોક કરતા વીચ ની અલગ વ્યાખ્યા કરવાનું ફળ શું મળશે?