________________
૧૧૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (7) હવે કયા વર્ણનું કયું સ્થાન અને પ્રયત્ન છે તે બતાવે છે. કેમકે તે તે વર્ણનું સ્થાન અને આસ્વપ્રયત્ન ન જણાય તો સ્થાન અને પ્રયત્નના ઐક્યને લઈને વિધાન કરાતું સ્વત્વ જાણવું શક્ય ન બને. આથીબુ વૃત્તિમાં સૌ પ્રથમ વર્ણોના સ્થાન બતાવે છે – ' વર્ણ , વિસર્ગ અને વર્ગ કંઠ્ય છે.”
શંકા - પ્રસ્તુતમાં સ્થાન બતાવવાની વાત ચાલે છે, જ્યારે તમે તો સ્થાની બતાવી દીધા. અર્થાત્ ૧૪ વર્ણ વિગેરેનું કંઠ સ્થાન છે' તેમ બતાવવું જોઈએ. જ્યારે તમે તેમને કંઠ્ય સ્થાની રૂપે બતાવી દીધા. આ તો કોના લગનને કોના ગાણા જેવું થયું.
સમાધાન - એવું નથી. ‘તરિતોષિા ત્વિના પ્રવરતુ' (લાલ સાફાવાળા યાજ્ઞિકો વિચરો), અહીં જેમ 'ગમે તે ઋત્વિજ નહીં, પણ લાલ સાફાવાળા ઋત્વિજ વિચરો' એમ વક્તાનું તાત્પર્ય હોવાથી ઋત્વિજ અને તેમનું વિચરણ તો પ્રતીત જ છે. પરંતુ તેમનું લાલ સાફાવાળા હોવું જરૂરી છે. અર્થાત્ ઋત્વિજ ભેગા તેમના માથે લાલ સાફાનું આવવું જરૂરી છે. આમ વિશેષ્યને ઉદ્દેશીને કરેલું વિધાન જેમ વિશેષણમાં સંક્રાંત થાય છે તેમ પ્રસ્તુતમાં પણ કંઠસ્થાનમાં ઉત્પન્ન થયેલાને કંઠ્ય કહેવાય. અર્થાત્ કંઠ્ય એટલે કંઠ સ્થાનવાળા. અહીં પણ આ વર્ણ, ૬, વિસર્ગ અને
વર્ગ રૂપ વિશેષ્ય અન્યતઃ (વર્ણસમાખ્યાય દ્વારા) પ્રતીત જ છે તેથી તેમને કંઠસ્થાન રૂપ વિશેષણ બતાવવા દ્વારા ગ્રંધકારનું તેમનું કંઠસ્થાન છે. આમ જણાવવાનું જ તાત્પર્ય છે. આ રીતે તાલવ્ય વિગેરે અંગે પણ રામજી લેવું. વાક્યવિદો પણ કહે છે વિશેષrો દિ વિધિનિષેપો વિશેષણપસંમતઃ' (વિશેષણ સહિતના (= વિશેષ્ય)ને જે વિધિ-નિષેધ કહેવાયા હોય તે વિશેષણમાં પર્યવસાન પામે છે.)
શંકા - પણ સીધુ આ વર્ણ વિગેરેનું કંઠ સ્થાન બતાવી શકાતું હતું તો શા માટે આ રીતે નિર્દેશ કર્યો?
સમાધાન - વર્ગોની ઉત્પત્તિમાં કંઠ વિગેરે સ્થાનો ઉપાય(હેતુ) છે. વ્યાકરણ શબ્દશાસ્ત્ર હોવાથી તેમાં વર્ણો પ્રધાન વસ્તુ છે અને ઉપાયો ગૌણ છે. તેથી ઉપાયોનું અપ્રાધાન્ય સૂચવવા આ રીતે નિર્દેશ કર્યો છે.
હવે દરેક વર્ગોના જે જે સ્થાન છે, તેનું સ્વમતે અને અન્યમતે વિભાજન કરીને બતાવાય છે. જ્યાં અન્ય મતસ્વમત કરતા ભિન્ન હશે, ત્યાં જ અન્યમતનું સ્થાન બતાવશું. બાકી અનમત સ્વમતવત્ સમજી લેવો.)
(A) વિશેષ પ્રતીત હોય તો જ તેની સાથે વિશેષણ જોડી શકાય. જેમકે વ્યકિતને ઘટ કોને કહેવાય?' એ ખબર હોય
તો જ તેને લાલ ધડો લાવ” એમ કહેવાય. જે ઘડાને જ જાણતો નથી, તે લાલ ઘડાને શી રીતે જાણી શકે? આમ શ્રોતાને વિશેષ્ય અન્ય કોઈ પણ રીતે પ્રતીત હોવું જરૂરી છે. હવે વકતા સામાન્યથી “ઘડો લાવ'ન બોલતા લાલઘડો લાવ' એમ બોલ્યો, એ જ બતાવે છે કે તેને કોરો ઘડાથી પ્રયોજન નથી, પણ ઘડાની લાલાશ સાથે પ્રયોજન છે. આમ વિશેખને આશ્રયીને કરેલું વિધાન વિશેષણમાં રાંકાન્ત થાય છે.