________________
૨.૨.૨૩ એવો ન્યાય છે. જેનાથી સાપેક્ષ એવું પદ બીજા પદ સાથે સમાસાદિ પદવિધિ માટે અસમર્થ બનશે. તેથી સમર્થ: પવિધિ: ૭.૪.૨૨૨'પરિભાષાથી પ્રાપ્ત થતા ઐકાર્બસામર્થ્યના અભાવે અહીં સમાસ' રૂપ પદવિધિ નહીંથાય.
જેમ ત્રદ્ધચ રાજ્ઞ: પુરુષ દષ્ટાન્તમાં રાજ્ઞ: પદ દ્ધવિશેષણપદને સાપેક્ષ છે, તેથી જ્ઞ: પદ સમાસવિધિ માટે અસમર્થ બનવાથી તેનો પુરુષ સાથે સમાસ ન થવાથી ત્રટચ રાનપુરુષ: આવો પ્રયોગ નથી થતો. તેમ માદ્યદ્વિતીય પણ અસમર્થ હોવાથી તે પદોનો સમાસ નહીં થઇ શકે.
| ('સાપેક્ષ' એ સમાસાદિ વૃત્તિ માટે અસમર્થ છે. તેનું રહસ્ય એ છે કે “વૃત્તિ’ પ્રધાનઅર્થને જગાવનારી હોય છે અને વૃત્તિના અવયવભૂત પદો' પ્રધાન અર્થને પ્રગટ કરવા સ્વાર્થને (સ્વ-અર્થને) ગૌણ કરી પ્રધાન અર્થના વિશેષણ રૂપે સ્વ-અર્થને સમર્પિત કરે છે.
હવે જે પદ “સાપેક્ષ હોય, તે પદ કેવું છે ? પોતાને વિશેષિત કરે એવા પદાન્તરની અપેક્ષા રાખનારું છે. આમ બીજ દ્વારા વિશેષિત થઈને પોતે જ પ્રધાનતાનો અનુભવ કરવા જે પદ ઈચ્છતું હોય, તે પદ પ્રધાન અર્થને વિશોષિત કરવા સ્વાર્થ શું કામ સમર્પિત કરો ? - તેથી સાપેક્ષ પદ સમાસાદિ માટે અસમર્થ બને છે.)
સમાધાન - “સાપેક્ષ એવું પદ બીજા પદ સાથે સમાસાદિ પદવિધિ માટે અસમર્થ છે એ વાત બરાબર છે, પરંતુ પિતા-પુત્ર, ગુરુ-શિષ્ય, નોન-મુક્ય, ૩માવ-પ્રતિયો વિગેરે કેટલાક શબ્દો નિત્ય સાકાંક્ષ હોય છે, કેમકે આ બધા શબ્દો હંમેશા એકબીજાની અપેક્ષા રાખનારા હોય છે. જેમ કે ‘પિતા જાય છે' આમ કહેતા તરત આકાંક્ષા ઊભી થાય કે કયા પુત્રના પિતા જાય છે?' “ગુરુ” કહીએ તો આકાંક્ષા થશે કે કયા શિષ્યના ગુરુ? ‘ગૌણ' કહીએ તો કયા મુખ્યની અપેક્ષાએ ગૌણ? ‘અભાવ' કહીએ તો કયા પ્રતિયોગીનો (= કોનો) અભાવ? આવા સ્થળે સાપેક્ષતા હોવા છતાં અન્ય પદ સાથે તેના અન્વયની યોગ્યતા હણાતી ન હોવાથી સમાસ થવામાં બાધ નથી હોતો. જેમકે સેવા પુરો: પુત્ર: (દેવદત્તના જે ગુરુ, તેમનો પુત્ર). અહીં ગુરુ પદ શિષ્યવાચક સેવા પદની આકાંક્ષા ધરાવે છે, તેથી સાપેક્ષ હોવાથી અસમર્થ થવાના કારણે ગુરુ પદનો પુત્ર પદ સાથે સમાસ ન થવો જોઈએ, છતાં નિત્યસાકાંક્ષા હોવાથી સમાસ થાય છે. કારણ સાપેક્ષતા હોવા છતાં ગુરુપદની પુત્ર પદ સાથે અન્વય પામવાની યોગ્યતા હણાતી નથી.A) કહ્યું છે કે – (A) યોગ્યતા એટલા માટે નથી હણાતી, કેમકે આ રીતે તે સાકાંક્ષ રહીને બીજા પદ સાથે અન્વય પામે તો પણ જે
અર્થબોધ કરાવવો ઈષ્ટ છે તે કરાવી શકાય છે. વાત એમ છે કે વાક્ય કે સમાસમાં અર્થબોધ કરાવવો એ પ્રાથમિક આવશ્યકતા છે. જો એ તૂટતી ન હોય તો સાપેક્ષની પણ સમાસાદિ પદવિધિ થઇ શકે છે. વય પુત્ર: વિગેરે નિત્યસાકાંત સ્થળે દેવ મુઃ પુત્ર: વિગ્રહવાક્ય દ્વારા જે દેવદત્તના ગુનો પુત્ર’ આ અર્થ જણાય છે તે જ અર્થ સમાસ થયા પછી પણ જણાય છે. કેમકે નિત્યસાકાંક્ષ" શબ્દ શિષ્યવાચી સેવા શબ્દનો સ્વયં પોતાની સાથે અન્વય સાધી લે છે, માટે સમાસ થવામાં વાંધો આવતો નથી. જ્યારે ત્રીસ રાજ્ઞ: પુરુષ સ્થળે જો રાનપુરુષ સમાસ કરવા જઈએ તો રાનમ્ શબ્દ નિત્યસાકાંક્ષ ન હોવાથી તે સ્વયં 280 પદની સાથે પોતાનો અન્વય સાધીન શકવાથી જે “દ્ધિમાન રાજાનો પુરુષ’ અર્થ જણાવવો અભિપ્રેત છે તે ન જણાતા ઋદ્ધિમાન વ્યક્તિ સંબંધી રાજપુરુષ' આવો જુદો અર્થ જણાય છે. માટે આવા સ્થળે સમાસ નથી થઈ શકતો.