________________
પૂજ્યપાદ શાસન પ્રભાવક આચાર્યદેવ વિજય કારસૂરીશ્વરજી મહારાજા દ્વારા
આ
શી ર્વ ચ ન
પ્રસ્તુત ગ્રન્થરત્ન દ્વયાશ્રય મહાકાવ્યમ્ સંસ્કૃત ગ્રન્થરત્નના ભંડારનું એક મહામૂલું નજરાણું છે.
કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની આ એક વિશિષ્ટ રચના છે. જેમાં ચૌલુક્ય વંશના પ્રમુખ રાજા મૂળરાજથી લગાવીને પરમાત્ કુમારપાળ મહારાજા સુધીને ગૂર્જર રાષ્ટ્રનો ઇતિહાસ ગૂંથવામાં આવ્યો છે, સાથે જ, સિદ્ધહેમ વ્યાકરણના ઉદાહરણોને કાવ્યાત્મક રૂપમાં ગોઠવવામાં આવ્યા છે. આમ, આ મહાકાવ્ય બે ઉદ્દેશને સફળ રીતે પૂરા પાડે છે. બને ક્ષેત્રે એનું પ્રદાન શ્રેષ્ઠતર રહ્યું છે.
કલિકાલ સર્વજ્ઞશ્રીની કૃતિઓનું આ તે વિશિષ્ટય છે કે, તે તે ક્ષેત્રની તે સર્વશ્રેષ્ઠ કૃતિ રહેવાની. વ્યાકરણશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, ઇતિહાસ તેમનું પ્રદાન એટલું તે શ્રેષ્ઠ છે કે અભ્યાસીએ આટલા વૈપુલ્ય સાથે આવેલા ઊંડાણથી આશ્ચર્યચકિત બની જાય છે.
ઈતિહાસ અને વ્યાકરણશાસ્ત્ર પરને આ સુંદર ગ્રન્થ કચાશ્રય મહાકાવ્યમ્ ઘણા સમયથી અપ્રાપ્ય હતો. તેથી શ્રી વાવ સંઘે મુનિરાજશ્રી અરવિન્દવિજયજીની શુભ પ્રેરણુંથી એને પુનર્મુદ્રિત કરાવી “પુWયલિહના શાસ્ત્રકથિત શ્રાવકકર્તવ્યનું સમુચિત પાલન કર્યું છે.
દરેક શ્રીસંઘે આ રીતે પ્રાચીન ગ્રન્થને પુનરુદ્ધાર કરાવે તે ખૂબ આવશ્યક અને આવકાર્ય છે.
જૈન ઉપાશ્રય, વાવ વાયા પાલનપુર (બનાસકાંઠા)
-આચાર્ય વિજયકારસૂરિ તા. ૧૭ ૮'૮૩