________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
કર્યું હોય તેથી તેનાં દૃષ્ટાંતો અપાતા હોય, તેવા ઉત્તમકુલમાં જન્મ થાય, એ જન્મ પણ અનેક મનોરથોને પૂર્ણ કરનારો હોય અને જ્યોતિષની દ્રષ્ટિએ) શુભલગ્ન, શુભગ્રહો આદિ વિશિષ્ટ ગુણોથી યુક્ત હોવાથી એકાંતે સર્વદોષોથી રહિત હોય. આનું વિશેષ વર્ણન સાતમા અધ્યાયના નવમા સૂત્રમાં કરવામાં આવશે. (૧૭)
तथा
कल्याणपरम्पाराख्यानम् ॥१८॥७६॥ इति । ततः सुकुलागमानादुत्तरं कल्याणपरम्परायाः 'तत्र सुन्दरं रूपम्, आलयो लक्षणानाम्, रहितम् आमयेन' इत्यादिरूपायाः अत्रैव धर्मफलाध्याये वक्ष्यमाणायाः आख्यानं निवेदनं कार्यमिति ।।१८।।
કલ્યાણની પરંપરાનું વર્ણન કરવું. સુકુલમાં આવ્યા પછી કલ્યાણની પરંપરા થાય. તે આ પ્રમાણે - તેનો આકાર સુંદર હોય, તેના શરીરમાં ચક્ર વગેરે સુંદર લક્ષણો હોય, તેનું શરીર રોગોથી રહિત હોય ઈત્યાદિ. આનું વિશેષ વર્ણન સાતમા અધ્યાયના દશમા વગેરે સૂત્રોમાં કરવામાં આવશે. (૧૮)
तथा
असदाचारगर्दा ॥१९॥७७॥ इति । असदाचारः सदाचारविलक्षणो हिंसानृतादिर्दशविधः पापहेतुभेदरूपः, यथोक्तम्हिंसानृतादयः पञ्च तत्त्वाश्रद्धानमेव च। क्रोधादयश्च चत्वार इति पापस्य हेतवः ।।६४।। (शास्त्रवार्ता. ४) तस्य गर्हा असदाचारगर्दा, यथा - . न मिथ्यात्वसमः शत्रुर्न मिथ्यात्वसमं विषम्। न मिथ्यात्वसमो रोगो न मिथ्यात्वसमं तमः ।।६५।। द्विषद्-विष-तमो-रोगै१ःखमेकत्र दीयते। मिथ्यात्वेन दुरन्तेन जन्तोर्जन्मनि जन्मनि ।।६६।। वरं ज्वालाऽऽकुले क्षिप्तो देहिनाऽऽत्मा हुताशने।
न तु मिथ्यात्वसंयुक्तं जीवितव्यं कदाचन ।।६७।। ( ) इति तत्त्वाश्रद्धानगर्हा। एवं हिंसादिष्वपि ग योजना कार्या ।।१९।।
અસદાચારની નિંદા કરવી.સદાચારથી વિપરીત તે અસદાચાર. અસદાચારના હિંસા, અસત્ય વગેરે દશ પ્રકારો છે. આ દશ પ્રકારો પાપના હેતુઓ છે. આ વિશે
७४