________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
આ પ્રમાણે શ્રોતાને કહેવું. (૧૨)
તથા-
મશચે માવતિપત્તિઃ 19 રૂા૭૧ રૂતિ | __ अशक्ये ज्ञानाचारादिविशेष एव कर्तुमपार्यमाणे कुतोऽपि धृति-संहनन-कालबलादिवैकल्याद् भावप्रतिपत्तिः, भावेन अन्तःकरणेन प्रतिपत्तिः अनुबन्धः, न पुनस्तत्र प्रवृत्तिरपि, अकालौत्सुक्यस्य तत्त्वत आर्तध्यानत्वादिति ।।१३।।
અશક્યમાં ભાવથી સ્વીકાર કરવો. ધીરજ, સંઘયણ, કાલ, બલ વગેરેની ખામીથી જે જ્ઞાનાચાર આદિ થઈ શકે નહીં તેમાં અંતઃકરણથી સ્વીકાર કરવો, અર્થાત્ અંતઃકરણથી રાગ કરવો, પણ તેમાં પ્રવૃત્તિ ન કરવી. કારણ કે અકાળે ઉત્સુકતા કરવી એ પરમાર્થથી આર્તધ્યાન છે. (૧૩)
તથા
પતિનો પાયોપદેશઃ ૧૪૭૨ા તિ एतस्मिन् ज्ञानाद्याचारे प्रतिपन्ने सति पालनाय उपायस्य अधिकगुणतुल्यगुणलोकमध्यसंवासलक्षणस्य निजगुणस्थानकोचितक्रियापरिपालनानुस्मरणस्वभावस्य चोपदेशो दातव्य इति ।।१४।।
પાલન કરવાના ઉપાયનો ઉપદેશ આપવો. જ્ઞાનાચાર આદિનો સ્વીકાર કર્યા પછી તેનું પાલન કરવાના ઉપાયનો ઉપદેશ આપવો. તે આ પ્રમાણે - અધિક ગુણવાળા કે સમાન ગુણવાળાની સાથે રહેવું, પોતાના ગુણસ્થાનકને ઉચિત ધર્મક્રિયાઓ કરવી અને બરોબર યાદ રાખવી, અર્થાત મારે કઈ કઈ ધર્મક્રિયાઓ કરવાની છે? મેં કઈ કઈ ધર્મક્રિયાઓ કરી ? અને કઈ કઈ ધર્મક્રિયાઓ મારે કરવાની બાકી છે? ઇત્યાદિ ધ્યાનમાં રાખવું. (૧૪)
હત્તપિI III૭ રૂા રૂતિ ! अस्याचारस्य सम्यकपरिपालितस्य सतः फलम् तावदु पप्लव हासो भावैश्वर्यवृद्धिर्जनप्रियत्वं च परत्र च सुगतिजन्मोत्तमस्थानलाभः परम्परया निर्वाणावाप्तिश्चेति यत् कार्यं तस्य प्ररूपणा प्रज्ञापना विधेयेति ।।१५।।
ફલની પ્રરૂપણા કરવી, અર્થાત સારી રીતે પાળેલા જ્ઞાનાચાર આદિનાં ફળો જણાવવા. તે આ પ્રમાણે:- સારી રીતે પાળેલા આચારોથી આ ભવમાં જ રાગાદિ
-
૭૨