SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રક૨ણ लोकः खल्वाधारः, सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं धर्मविरुद्धं च संत्याज्यम् ||३७|| (प्रशम. १३१) ||४६|| પહેલો અધ્યાય યથોચિત લોકયાત્રા કરવી. યથોચિત એટલે જેને જે લોકયાત્રા ઉચિત હોય તે. લોકયાત્રા એટલે લોકના ચિત્તનું અનુસરણરૂપ વ્યવહાર. (આનો ભાવાર્થ એ થયો કે જેને જે સમયે જેટલું લોકચિત્તનું અનુસરણ કરવાની જરૂર પડે તે તે સમયે તેટલું લોકચિત્તનું અનુસરણ કરે તો તેના માટે તે અનુસરણ યથોચિત લોકયાત્રા કહેવાય.) યથોચિત લોકયાત્રાનું ઉલ્લંઘન કરવાથી લોકચિત્તની વિરાધના થાય, અર્થાત્ લોકો યથોચિત લોકયાત્રા ન કરનાર ઉપર નારાજ બની જાય, કે વિરોધી બની જાય. એથી તેમના આત્મામાં અનાદેયતાના પરિણામ • ઉત્પન્ન કરીને પોતાની લઘુતા જ ઉત્પન્ન કરેલી થાય છે. એ પ્રમાણે પોતાનામાં રહેલા બીજા પણ સદાચારોની લઘુતાજ સ્થાપિત કરેલી થાય છે. (પ્ર. ૨. ગા. ૧૩૧ માં) કહ્યું છે કે – ‘‘સર્વ સાધુઓનો લોક આધાર છે, કારણ કે લોકમાં રહીને અને લોકની મદદથી સંયમની સાધના થાય છે. માટે સાધુઓએ લોકવિરુદ્ધ (સૂતકવાળા કે લોકનિંધ ઘરોમાંથી ગોચરી લાવવી વગેરે) અને ધર્મવિરુદ્ધ (મદ્યપાન આદિ) કાર્યનો ત્યાગ કરવો જોઈએ.’ (૪૬) તા દીનેષુ દીનમઃ ।।૪૭ના કૃતિ । हीनेषु जाति - विद्यादिभिः गुणैः स्वकर्मदोषान्नीचतां गतेषु लोकेषु हीनक्रमः लोकयात्राया एव तुच्छताकरणरूपः, हीना अपि लोकाः किञ्चिदनुवर्तनीया इत्यर्थः, ते हि हीनगुणतयाऽऽत्मानं तथाविधप्रतिपत्तेरयोग्यं संभावयन्तो यया कयाचिदपि उत्तमलोकानुवृत्त्या कृतार्थं मन्यमानाः प्रमुदितचेतसो भवन्तीति || ४७ || હીન માણસોમાં હીનક્રમ રાખવો. સ્વકર્મના દોષથી જાતિ અને વિદ્યા આદિ ગુણો વડે હીનતાને પામેલા લોકોમાં હીન ક્રમ રાખવો, એટલે કે લોકયાત્રાથી જ તેમના પ્રત્યે તુચ્છતા ન કરવી = તેમના પ્રત્યે તોછડાઈ ભર્યું વર્તન ન કરવું. હીન પણ લોકોનું કંઈક અનુસરણ કરવું. હીન લોકો ગુણથી હીન હોવાના કારણે પોતાને • અનાદેયતાના પરિણામ એટલે યથોચિત લોકયાત્રાનું ઉલ્લંઘન કરનારનું વચન આદેય નથી સ્વીકારવા યોગ્ય નથી એવા પરિણામ. આવા પરિણામ થવાના કારણે અવસરે તે સાચી વાત કહે તો પણ લોકો તેની વાતને માને નહિ અને તેને કોઈ કાર્યમાં સાથ - સહકાર ન આપે. ૪
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy