SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પહેલો અધ્યાય तेषां निदर्शनम् उदाहरणं तेन, उत्तमनिदर्शनानुसारिणो हि पुरुषा उदात्तात्मतया न स्वप्नेऽपि विकृतप्रकृतयः संभवन्ति। इयं च देवादिप्रतिपत्तिर्नित्यमेवोचिता, विशेषतश्च भोजनावसर इति ।।४०।। ઉત્તમ મનુષ્યોના દૃષ્ટાંતથી દેવ વગેરેના ઔચિત્યનું ઉલ્લંઘન ન કરવું. જે દેવ વગેરેની જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સેવામાંથી જે સેવા કરવા યોગ્ય હોય તે દેવ વગેરેની તે સેવા કરવી તે ઔચિત્ય છે. આવા ઔચિત્યનું ઉલ્લંઘન ન કરવું. ઔચિત્યનું ઉલ્લંઘન કરવાથી બાકીના ગુણો હોવા છતાં નથી જેવા બને છે. આથી કહ્યું છે કે – “એક તરફ ઔચિત્ય ગુણ હોય અને એક તરફ અન્ય ગુણોનો સમૂહ હોય તો ઔચિત્ય ગુણ વધી જાય. કારણ કે ઔચિત્યથી રહિત ગુણસમૂહ વિષ સમાન બની જાય છે.” દેવાદિના ઔચિત્યનું ઉલ્લંઘન કેવી રીતે ન કરવું? તેના જવાબમાં કહે છે કે ઉત્તમ મનુષ્યોના દૃષ્ટાંતથી, અર્થાત્ ઉત્તમ પુરુષોના દૃષ્ટાંતનું આલંબન લઈને દેવાદિના ઔચિત્યનું ઉલ્લંઘન ન કરવું. શેષલોકથી (= સામાન્ય લોકથી) અત્યંત ઊંચે રહે તે ઉત્તમ. ઉત્તમ મનુષ્યો સ્વભાવથી જ પરોપકાર અને પ્રિય ભાષણ આદિ ગુણો રૂપ મણિઓના સાગર તુલ્ય હોય છે. ઉત્તમ માનવોના દૃષ્ટાંતને અનુસરનારા પુરુષો ઉત્તમ આત્મા હોવાના કારણે સ્વપ્નમાં પણ વિકૃત પ્રકૃતિવાળા બનતા નથી. દેવાદિની આ ઉચિત સેવા હંમેશા કરવી જોઈએ, અને ભોજનના અવસરે તો વિશેષ રૂપે કરવી જોઈએ. (૪૦) તથા (૨૦) સભ્યિતઃ તિમોનનમ્ ૪૧ રૂતિ ! पानाहारादयो यस्य विरुद्धाः प्रकृतेरपि। सुखित्वायावकल्पन्ते तत् सात्म्यमिति गीयते ।।३२।। ( ) इति एवंलक्षणात् सात्म्यात् काले बुभुक्षोदयावसरलक्षणे भोजनम् अन्नोपजीवनं कालभोजनम्, अयमभिप्रायः-. आजन्म साम्येन भुक्तं विषमपि पथ्यं भवति, परमसात्म्यमपि पथ्यं सेवेत, न पुनः सात्म्यप्राप्तमप्यपथ्यम्, सर्वं बलवतः पथ्यमिति मत्वा न कालकूटं खादेत्, सुशिक्षितो हि विषतन्त्रज्ञो म्रियते एव कदाचिद्विषात्, तथा अक्षुधितेनामृतमप्युपभुक्तं भवति विषम्, तथा क्षुत्कालातिक्रमादन्नद्वेषो देहसादश्च भवति, विध्यातेऽग्नौ किं नामेन्धनं कुर्यादिति ।।४१।। સામ્ય અને કાળે ભોજન કરવું. “જેને પ્રકૃતિથી પણ વિરુદ્ધ આહાર - પાણી ૪૨
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy