________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
કરી શકે તેવા રાજા વગેરેનો આશ્રય કરવો જોઈએ. આ વિષે કહ્યું છે કે – “સર્વ પ્રજાઓનું મૂલ (બલવાન) સ્વામી છે. મૂલરહિત વૃક્ષોમાં પુરુષનો પ્રયત્ન શું કરે? અર્થાત્ જેમ મજબૂત મૂળિયા વિનાનાં વૃક્ષોમાં પુરુષનો પ્રયત્ન નિષ્ફળ બને તેમ સ્વામી સમર્થ ન હોય તો તેના આશ્રયથી લાભ ન થાય. આથી જે પુરુષ ધાર્મિક હોય, કુલાચાર અને ઉત્તમ કુલથી વિશુદ્ધ હોય, પ્રતાપી હોય અને ન્યાયસંપન્ન હોય તેને સ્વામી કરવો. (૧૭)
તથા (2) પ્રધાનતાદુપ્રિઃ 98ા તિ
प्रधानानाम् अन्वयगुणेन सौजन्य - दाक्षिण्य - कृतज्ञतादिभिश्च गुणैरुत्तमानां साधूनां सदाचाराभिनिवेशवतां परिग्रहः स्वीकरणम्, क्षुद्रपरिवारो हि पुरुषः सर्पवानाश्रय इव न कस्यापि सेव्यः स्यात्, तथा उत्तमपरिग्रहेणैव 'गुणवान्' इति पुरुषस्य प्रसिद्धिस्त्पद्यते, यथोक्तम् - गुणवानिति प्रसिद्धिः संनिहितैरेव भवति गुणवद्भिः । ख्यातो मधुर्जगत्यपि सुमनोभिः सुरभिभिः सुरभिः ।।१६ ।। ( ) તિ 9૮.
પ્રધાન અને શ્રેષ્ઠ પુરુષોનો સ્વીકાર કરવો. પ્રધાન એટલે વંશના ગુણથી તથા સૌજન્ય, દાક્ષિણ્ય અને કૃતજ્ઞતા વગેરે ગુણોથી ઉત્તમ. શ્રેષ્ઠ એટલે સદાચારના આગ્રહવાળા. આવા પુરુષોને સ્વીકારવા, એટલે કે પોતાના પરિવાર તરીકે રાખવા. કારણ કે ક્ષુદ્ર પરિવારવાળો પુરુષ સર્પવાળા સ્થાનની જેમ કોઈને પણ સેવવા યોગ્ય ન થાય. તથા ઉત્તમ પુરુષોને સ્વીકારવાથી જ પુરુષની ‘આ ગુણવાન છે' એવી પ્રસિદ્ધિ થાય છે. આ વિષે કહ્યું છે કે – “નજીકમાં રહેલા ગુણવાન પુરુષોથી જ ” આ ગુણવાન છે” એવી પ્રસિદ્ધિ થાય છે. જગતમાં પણ સુગંધી પુષ્પોથી જ વસંતઋતુની “સુરભિ' તરીકે પ્રસિદ્ધિ થઈ છે.” (૧૮)
તથા– (૧) સ્થાને ગૃહરણ II99 રૂતિ
स्थाने वक्ष्यमाणलक्षणास्थानविलक्षणे ग्राम-नगरादिभागे गृहस्य स्वनिवासस्य करणं विधानमिति ।।१९।।
ઉચિત સ્થાને ઘર કરવું. અનુચિત સ્થાનનું લક્ષણ હવે કહેવામાં આવશે, એવા અનુચિત સ્થાનથી વિપરીત સ્થાનમાં ગ્રામ, નગર આદિમાં પોતાનું ઘર (=
૨૮