SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પહેલો અધ્યાય શિષ્યોના આચારોની પ્રશંસા કરવી. જે શિક્ષણ પામેલા હોય તે શિષ્ટ, અર્થાત સદાચારી અને જ્ઞાનવૃદ્ધ એવા વિશિષ્ટ પુરુષની પાસે જેમણે વિશુદ્ધ શિક્ષા મેળવી છે તે વિશિષ્ટ પુરુષો શિષ્ટ કહેવાય છે. તેમના આચારો આ પ્રમાણે છે:(૧) લોકાપવાદથી ભય (૨) દીન (વગેરે) માણસોનો ઉદ્ધાર કરવામાં આદર (૩) કૃતજ્ઞતા (૪) સુદાક્ષિણ્ય (૫) સર્વ સ્થળે નિંદાનો ત્યાગ (૬) સજ્જન પુરુષોની પ્રશંસા (૭) આપત્તિમાં દીનતાનો અભાવ (2) સંપત્તિમાં નમ્રતા (૯) અવસરે અલ્પ બોલવું (૧૦) વિસંવાદી વચનનો ત્યાગ (૧૧) સ્વીકારેલા વ્રત-નિયમાદિનું પાલન (૧૨) અવિરુદ્ધ એવા કુલાચારનું પાલન (૧૩) બિનજરૂરી ધનવ્યયનો ત્યાગ (૧૪) સદા ધર્મકાર્યમાં ધનનો વ્યય (૧૫) જેમા વિશિષ્ટ ફળ મળે તેવા કાર્યમાં આગ્રહ (૧૬) મદ્યપાન વગેરે પ્રમાદનો ત્યાગ (૧૭) બહુજનમાં રૂઢ બનેલા અને અવિરોધિ એવા લોકવ્યવહારનું પાલન (૧૮) બધા સ્થળે ઔચિત્યનું પાલન (૧૯) કંઠે પ્રાણ આવ્યા હોય તો પણ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી, આ શિષ્ટપુરુષોના સદાચારો છે. તેમની પ્રશંસા કરવી. જેમ કે “ગુણો મેળવવામાં પ્રયત્ન કરો, બાહ્ય આડંબરનું શું કામ છે? ઘંટ બાંધવા છતાં દૂધ રહિત ગાયો વેચાતી નથી.” તથા “આ જગતમાં નાના હોય તો પણ શુદ્ધ માણસો પ્રસિદ્ધિને પામે છે, મોટા હોય તો પણ અશદ્ધ માણસો પ્રસિદ્ધિને પામતા નથી. અંધારામાં પણ હાથીના દાંતો દેખાય છે, પણ હાથીઓ દેખાતા નથી.” (૧૪) તથા (૫) રિષવત્યાનાવિદાર્થપ્રતિક્રિયાઃ 19 રૂતિ . પુસ્તિતઃ પ્રયુક્તા: કામ-ક્રોધ-તોમ-ન--હૃષ: શિખપૃહાનાमन्तरङ्गोऽरिषड्वर्गः, तत्र परपरिगृहीतास्वनूढासु वा स्त्रीषु दुरभिसन्धिः कामः, अविचार्य परस्यात्मनो वाऽपायहेतुः क्रोधः, दानाहेषु स्वधनाप्रदानमकारणपरधनग्रहणं वा लोभः, दुरभिनिवेशामोक्षो युक्तोक्ताग्रहणं वा मानः, कुल-बलैश्वर्य-रूप-विद्याभिरात्माहकारकरणं परप्रधर्षनिबन्धनं वा मदः, निर्निमित्तमन्यस्य दुःखोत्पादनेन स्वस्य द्यूत-पापर्द्धयाद्यनर्थसंश्रयेण वा मनःप्रीतिजननो हर्षः, ततोऽस्य अरिषड्वर्गस्य त्यागः प्रोज्झनम्, तेन, अविरु द्धानां गृहस्थावस्थोचितधर्मार्थाभ्यां विरोधमनागतानामर्थानां शब्दादीनां श्रोत्रादीन्द्रियविषयभावापन्नानां प्रतिपत्तिः अङ्गीकरणम् अविरुद्धार्थप्रतिपत्तिः, तया, इन्द्रियजयः ૨૫
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy