SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ સુખનો જનક અને ઉત્તમ વહાણ સમાન જૈનધર્મને છોડીને બીજું કોઇ રક્ષણ કરનાર નથી. કારણ કે અર્થ =ધન) અનર્થ કરનાર છે, અને ક્ષણમાં નાશ પામનાર છે, વિષયસુખો વિપાકે કટુ છે અને લાંબો કાળ ટકનારા નથી, શરીર પણ નિત્ય સારસંભાળની અપેક્ષાવાળું છે, કરેલાની અપેક્ષા રાખતું નથી, અર્થાત્ એના માટે સારું કર્યું હોય તો પણ એને બગડતાં વાર લાગતી નથી, જલદી નાશ પામે છે. માટે ધન વગેરે વિષે શ્રદ્ધા છોડી નિસ્પૃહ બનીને એક ઘર્મનેજ સેવો એવી જિનાજ્ઞા છે. તે ધર્મ સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ એમ બે પ્રકારે છે. તે બેમાં પહેલા પ્રકારનો ધર્મ ક્ષમા વગેરે ભેદોથી દશ પ્રકારે જાણવો. બીજા પ્રકારનો ધર્મ અણુવ્રત વગેરે ભેદોથી બાર પ્રકારે છે. આ બંને પ્રકારના ઘર્મનું મૂળ સમ્યકત્વ કહ્યું છે. દેશનાના અંતે અવસર પામીને હર્ષથી મસ્તકે હાથરૂપી કમળની થોડી ઉઘડેલી કળીની જેમ અંજલિપુટ કરીને શાલિભદ્રે પૂછયું હે ભગવંત! કેવા પ્રાણીઓનો બીજો સ્વામી ન થાય ? સૂરિએ કહ્યું: સારી રીતે તપશ્ચર્યા કરનારા, સમ્યજ્ઞાન, ધ્યાન અને શીલમાં તત્પર અને સંસારની પ્રવૃત્તિથી રહિત પ્રાણીઓનો બીજો સ્વામી થતો નથી. શાલિભદ્રે કહ્યું: જો એમ છે તો માતાને પૂછીને મારે પણ આપની પાસે એવા થવું છે. સૂરિએ કહ્યું: વિલંબ ન કર. પછી તે આચાર્યને પ્રણામ કરીને પોતાના ભવનમાં ગયો. બીજા લોકો પોતાના ઘર તરફ ગયા. શાલિભદ્ર માતાને કહ્યું કે માતા ! મેં આજે શ્રીધર્મઘોષસૂરિની પાસે ઘર્મ સાંભળ્યો, તેથી તારી અનુજ્ઞાથી હું તે ધર્મ કરવાને ઇચ્છું છું. માતાએ કહ્યું: હે વત્સ ! ઘરમાં જ રહીને યથાશક્તિ ધર્મ કર. કલ્યાણ માટે પ્રવૃત્ત થયેલા તારો વિરોધી કોણ થાય ? શાલિભદ્રે કહ્યું: હે માતા મમતાનો ત્યાગ નહિ કરનારા અને ઘરમાં રહેનારાઓનો ધર્મ કેવો થાય ? માતાએ કહ્યું. આ સત્ય છે, પણ હે પુત્ર ! તારા જેવા માટે ઘરનો ત્યાગ દુષ્કર છે. કારણ કે તે દેવભોગોથી લાલનપાલન કરાયેલો છે, તેથી તું માનવના અંત, પ્રાંત અને અનુચિત આહારને શી રીતે ખાઈ શકીશ? જો તારો આ આગ્રહ છે તો શરીરને સહનશીલ બનાવવાનો અભ્યાસ કર, એક એક શવ્યાનો ત્યાગ કર, મનોહર વિલાસી સ્ત્રીઓના નૃત્યાદિ કુતુહલોને ઓછા કર. તેથી તે જ પ્રમાણે માતાના વચનનું પાલન કરવાની શરૂઆત કરી. એકવાર ધન્ય નામના પોતાના પતિને સ્નાન કરાવતી શાલિભદ્રની બહેને આંસુઓ વહેવડાવ્યા. ધન્ય તેને પૂછયું: હે પ્રિયે ! કેમ આમ રડે છે ? તેણે કહ્યું મારો ભાઇ શાલિભદ્ર દીક્ષા લેવાની ભાવનાવાળો થયો છે, તેથી દરરોજ એક એક શય્યા વગેરેનો ત્યાગ કરવા વડે શરીરને સહનશીલ બનાવવાનો અભ્યાસ કરી રહ્યો છે, તેથી રહું છું ઘન્ય કહ્યું તે કાયર છે, જેથી આ પ્રમાણે ક્રમથી છોડે છે. તેણે કહ્યું: જો આ સહેલાઇથી છોડી શકાય છે એવું લાગતું હોય તો તમે જ એક સાથે કેમ છોડતા નથી?
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy