________________
ધર્મબિંદુપ્રકરણ
ખુશી થયો. વંદન અને નમસ્કાર કરીને આનંદ બોલ્યો કે હે ભગવંત ! આ ઉગ્રતાને લીધે હું આપની પાસે આવીને આપનો ચરણસ્પર્શ કરી શકું તેમ નથી. માટે આપ જો જરા નજીક આવો તો હું ચરણસ્પર્શ કરવાને ભાગ્યશાળી થાઉં. આથી શ્રી ગૌતમસ્વામી આનંદની બહુ નજીક આવીને ઊભા રહ્યા.
આનંદનો પ્રશ્ન અને ગૌતમસ્વામીનો ઉત્તર આનંદે પણ પોતાનું મસ્તક ત્રણ વાર નમાવીને તેમના ચરણનો સ્પર્શ કરવા રૂપે વંદન- નમન કર્યું. વંદન કરીને આનંદ ગૌતમ સ્વામીને કહેવા લાગ્યોઃ મહારાજ ! ગૃહસ્થાશ્રમમાં રહેલા ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે ખરું કે ? ગૌતમ સ્વામીએ જવાબ આપ્યો: હા, ગૃહસ્થને અવધિજ્ઞાન થઇ શકે.
પ્રભુ ! જો ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે તો મને અવધિજ્ઞાન થયું છે. તેથી પૂર્વદિશા તરફ લવણ સમુદ્રમાં પાંચસો યોજન સુધી હું જોઈ શકું છું, જાણી શકું છું, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પણ તેટલું જોઈ શકું છું, ઉત્તર દિશામાં ચુલ્લહિમવંત નામના વર્ષધર પર્વત સુધી, ઊંચે સૌધર્મ દેવલોક સુધી અને નીચે આ પ્રથમ રત્નપ્રભા પૃથ્વીમાં રહેલા લોલુપનામના નરકાવાસના પહેલા પાથડા સુધી જોઈ શકું છું.
આ હકીકત સાંભળી ગોતમસ્વામીએ કહ્યું, આનંદ ! બનવા યોગ્ય છે કે ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે. પણ આટલા મોટા વિસ્તારવાળું અવધિજ્ઞાન ગૃહસ્થને ન થઈ શકે, ગૃહસ્થને આટલી બધી સ્થિરતા અને નિર્મળતા થવી અસંભવિત છે. તેને વિક્ષેપનાં કારણોનો સંભવ છે, તેમજ ઉત્તમ નિમિત્તોનો અભાવ છે.
હે આનંદ ! આ સંબંધમાં તમારી ભૂલ થાય છે, તમે છેલ્લું અનશન કરેલું છે, તો આવી ભૂલ વગર તપાસ્ય રહી જાય તે ઠીક નહિ, પોતાની ભૂલોને આલોવી, તપશ્ચર્યાદિ પ્રાયશ્ચિત્ત લઈ, નિઃશલ્ય થઇને આ દેહનો ત્યાગ કરવામાં આવે તો જીવ આરાધક થાય છે.
આનંદે નમ્રતાથી જવાબ આપ્યો ગુરુજી ! જિનવચનમાં એવું કાંઈ છે કે સાચી વાત કહેનારને આલોયણા લેવાની અને તપશ્ચર્યાદિ પ્રાયશ્ચિત્ત લેવાની જરૂર પડે? ગોતમસ્વામીએ કહ્યું આનંદ ! નહિં, સાચી વાત કહેનારને પ્રાયશ્ચિત્તાદિ લેવાનું જિનવચનમાં કોઇ સ્થળ છે જ નહિ.
આનંદે કહ્યુંગુરુજી ! જો એમ જ છે તો આપ જ આ સ્થાનને આલોવો અને જે પ્રાયશ્ચિત્ત આવે તે ગ્રહણ કરો. આનંદના મુખથી આ શબ્દો સાંભળી ગૌતમ સ્વામીના મનમાં શંકા થઇ કે શું આનંદ સાચું કહે છે? આ ઠેકાણે શું મારી પોતાનીજ
૩૯૫