________________
ધર્મબિંદુપ્રકરણ
સાતમો અધ્યાય
। अथ सप्तमोऽध्यायः । व्याख्यातः षष्ठोऽध्यायः। अथ सप्तमो व्याख्यायते, तस्य चेदमादिसूत्रम्
फलप्रधान आरम्भ इति सल्लोकनीतितः। संक्षेपादुक्तमस्येदं व्यासतः पुनरुच्यते ॥१॥ इति । फलं प्रधानं यस्येति स तथा आरम्भो धर्मादिगोचरा प्रवृत्तिः इति अस्याः सल्लोकनीतितः शिष्टजनसमाचारात्, किमित्याह- संक्षेपात् परिमितरूपतया उक्तमस्य धर्मस्येदं फलं धनदो धनार्थिनां प्रोक्तः (अ०१ श्लो० २) इति श्लोकेन शास्त्रादौ, व्यासतो विस्तरेण पुनरुच्यते इदमिदानीमिति ।।१।।
છઠા અધ્યાયનું વ્યાખ્યાન કર્યું. હવે સાતમા અધ્યાયનું વ્યાખ્યાન કરવામાં આવે છે. તેનું પહેલું સૂત્ર આ છે -
ધર્મ આદિની પ્રવૃત્તિ ફલની પ્રધાનતાવાળી હોય, અર્થાત્ ધર્મ આદિની પ્રવૃત્તિ તેવી કરવી કે જેમાં ફલની મુખ્યતા હોય, આવી શિષ્ટ લોકોની નીતિ હોવાથી शास्त्रना प्रारंभ (२. १. २८२) धनदो धनार्थिनां प्रोक्तः से थोथी संक्षेपथी ધર્મનું ફલ કર્યું છે. હવે ફરી વિસ્તારથી ધર્મનું ફલ કહેવામાં આવે છે. (૧)
ननु यदि व्यासतः पुनरिदानीं वक्ष्यते तत् किमिति संक्षेपात् पूर्वं फलमुक्तमित्याशङ्क्याह
प्रवृत्त्यङ्गमदः श्रेष्ठं सत्त्वानां प्रायश्च यत् ।
आदौ सर्वत्र तयुक्तमभिधातुमिदं पुनः ॥२॥ इति । प्रवृत्त्यङ्गं प्रवृत्तिकारणम् अदः फलं श्रेष्ठं ज्यायः सत्त्वानां फलार्थिनां प्राणिविशेषाणां प्रायशः प्रायेण, चकारो वक्तव्यान्तरसमुच्चये, यद् यस्माद् आदौ प्रथमं सर्वत्र सर्वकार्येषु तत् तस्माद् युक्तं उचितम् अभिधातुं भणितुं संक्षेपादादाविति, आदावेव विस्तरेण फलभणने शास्त्रार्थस्य अतिव्यवधानेन श्रोतुस्तत्र नीरसभावप्रसङ्गेनानादर एव स्यादिति। इदं पुनरिति यत् पुनासतः फलं तदिदं वक्ष्यमाणम् ।।२।।
જો હમણાં ફરી વિસ્તારથી ધર્મફલ કહેવામાં આવશે તો પૂર્વે સંક્ષેપથી ફલ શા માટે કહ્યું એવી આશંકા કરીને તેનો ઉત્તર કહે છે :
ફલ પ્રાયઃ પ્રવૃત્તિનું શ્રેષ્ઠ કારણ છે, અર્થાત્ આ કાર્ય કરવાથી ફળ મળશે એવું જાણવામાં આવે તો લોક એ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે.આથી સર્વ કાર્યોમાં પહેલાં
૩૩૫