SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ છઠ્ઠો અધ્યાય इह निदानशब्दः कारणमात्रपर्यायः, यथा किमत्र रोगे निदानमित्यादौ प्रयोगे, ततो निदानस्य भोगादिफलत्वेन दानादेः श्रवणाद् देशनायाम्, यथा भोगा दानेन भवन्ति देहिनां सुरगतिश्च शीलेन । भावनया च विमुक्तिस्तपसा सर्वाणि सिध्यन्ति ।।२१२।। ( ) आदिशब्दात् तथाविधश्रुतादिलिप्सा-स्वजनोपरोध-बलात्कारादेः कारणात् केषाञ्चित् गोविन्दवाचक- सुन्दरीनन्दा -ऽऽर्यसुहस्ति-दीक्षितद्रमक भवदेव-करोटकगणिप्रभृतीनां प्रवृत्तिमात्रस्य प्रवृत्तेरेव केवलायाः तात्त्विकोपयोगशून्यायाः प्रथमं प्रव्रज्यायां दर्शनात् शास्त्रकारैरवलोकनात् ||૬|| - પ્રવૃત્તિકાલનાં સાધનો ઘણાં શાથી છે તે કહે છે ઃ કારણકે નિદાનશ્રવણ આદિથી પણ કેટલાકોની માત્ર પ્રવૃત્તિ દેખાય છે. અહીં નિદાન શબ્દનો કારણ અર્થ છે. જેમ કે આ રાગમાં નિદાન શું છે ? વગેરે પ્રયોગમાં નિદાનનો અર્થ કા૨ણ છે. આ રોગમાં નિદાન શું છે ? એ વાક્યનો આ રોગનું કારણ શું છે ? એવો અર્થ છે. દાન વગેરે ભોગાદિ ફલવાળા છે, અર્થાત્ દાન વગેરે ભોગનું કારણ છે, એમ દેશનામાં સાંભળે છે. જેમ કે “જીવોને દાનથી ભોગોની પ્રાપ્તિ થાય છે, શીલથી દેવગતિની પ્રાપ્તિ થાય છે ભાવનાઓથી મોક્ષ થાય છે, અને તપથી સર્વકાર્યો સિદ્ધ થાય છે.” આ પ્રમાણે સાંભળીને કેટલાકોની દાનાદિમાં પ્રવૃત્તિ દેખાય છે. સૂત્રમાં રહેલા ‘આદિ' શબ્દથી તેવા પ્રકારના શ્રુત વગેરેને મેળવવાની ઈચ્છા, સ્વજનોનું દબાણ, બલાત્કાર વગેરે કારણો જાણવા. આ કારણોથી ગોવિંદવાચક, સુંદરીનંદ, આર્યસુહસ્તિથી દીક્ષિત દ્રમક, ભવદેવ, કરોટક ગણી વગેરે કેટલાકોની પહેલીવાર લીધેલી દીક્ષામાં તાત્ત્વિક ઉપયોગ શૂન્ય માત્ર પ્રવૃત્તિ જ શાસ્ત્રકારોના જોવામાં આવે છે. (50) ननु कथं तत्प्रवृत्तिमात्रं सद्भावप्रव्रज्याप्रतिपत्तिकालहेतुरित्याशङ्क्याहतस्यापि तथापारम्पर्यसाधनत्वम् ॥ ६१ ॥ ४२८ ॥ इति । तस्यापि प्रवृत्तिमात्रस्य, किं पुनरन्यस्य भववैराग्यादेरित्यपिशब्दार्थः, तथापारम्पर्येण तत्प्रकारपरम्परया साधनत्वं साधनभावः, श्रूयते हि केचन पूर्वं तथाविधभोगाभिलाषादिनाऽऽलम्बनेन द्रव्यप्रव्रज्यां प्रतिपद्य पश्चात् तदभ्यासेनैव व्यावृत्तातितीव्रचारित्रमोहोदया भावप्रव्रज्याप्रतिपत्तिकालाराधकाः संजाताः, यथा अमी ૩૨૩
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy