________________
ધર્મબિંદુપ્રકરણ
છડૂઠો અધ્યાય
ચિંતા - વિચારણા કરવાથી થતું મહાવાક્યર્થજ્ઞાન તે ચિંતાજ્ઞાન. આ જ્ઞાન જલમાં પડેલા તેલના બિંદુ સમાન છે. જેમ તેલબિંદુ જલમાં પ્રસરીને વ્યાપી જાય છે, તેમ આ જ્ઞાન સૂત્રાર્થમાં વ્યાપી જાય છે, અર્થાત જે વિષયનું ચિંતાજ્ઞાન થાય છે, તે વિષયનો બોધ સૂક્ષ્મ બને છે.
ભાવનાજ્ઞાનઃ મહાવાક્યર્થ થયા પછી એ વિષયના તાત્પર્યનું – રહસ્યનું જ્ઞાન તે ભાવનાજ્ઞાન. આ જ્ઞાનના યોગે વિધિ આદિ વિષે અતિશય આદર થાય છે. આ જ્ઞાન જાતિવંત અશુદ્ધ રત્નની કાંતિ સમાન છે. જેમ શ્રેષ્ઠરત્ન અશુદ્ધ (ક્ષાર આદિના પુટપાકથી રહિત) હોવા છતાં અન્યરત્નોથી અધિક દેદીપ્યમાન હોય છે, તેમ ભાવનાજ્ઞાન અશુદ્ધરત્ન સમાન ભવ્ય જીવ કર્મરૂપ મલથી મલિન હોવા છતાં શેષ (શ્રુતાદિ) જ્ઞાનોથી અધિક પ્રકાશ પાથરે છે. આ જ્ઞાનથી જાણેલું જ વાસ્તવિક જાણેલું છે. ક્રિયા પણ આ જ્ઞાન પૂર્વક જ કરવામાં આવે તો જલદી મોક્ષ પ્રાપ્ત થાય છે. (૩૦)
एतदेव व्यतिरेकतः साधयन्नाहन हि श्रुतमय्या प्रज्ञया भावनादृष्टज्ञातं ज्ञातं नाम ।३११३९८। इति
न नैव हिः यस्मात् श्रुतमय्या प्रथमज्ञानरूपया प्रज्ञया बुद्ध्या कर्तृभूतया करणभृतया वा, भावनादृष्टज्ञातम् भावनया भावनाज्ञानेन दृष्टं सामान्येन ज्ञातं च विशेषण भावनादृष्टज्ञातं वस्तु ज्ञातम् अवबुद्धं भवति, नामति विद्वज्जनप्रकटमेतत्, अयमभिप्रायः - यादृशं भावनाज्ञानेन वस्तु दृश्यते ज्ञायते च न तथा श्रुतज्ञानेनेति ।।३१।।
આ જ વિષયને વિપરીતથી કહે છે :
ભાવનાજ્ઞાનથી પદાર્થનું જેવું દર્શન - જ્ઞાન થાય છે તેવું દર્શન-શાન શ્રુતમય બુદ્ધિથી = શ્રુતજ્ઞાનથી થતું નથી એ બાબત વિદ્વાન માણસોમાં પ્રસિદ્ધ છે. દર્શન = સામાન્યથી જ્ઞાન. જ્ઞાન = વિશેષથી જ્ઞાન. (૩૧)
कुत इत्याह
उपरागमात्रत्वात् ॥३२॥३९९॥ इति । उपराग एव केवल उपरागमात्रम्, तद्भावस्तत्त्वं तस्मात्, यथा हि स्फटिकमणेर्जपाकुसुमादिसंनिधानत उपराग एव, न पुनस्तद्भावपरिणतिः सम्पद्यते, एवं
૩૧0