________________
ધર્મબિંદુપ્રકરણ
છઠુઠો અધ્યાય
स्वस्य अनौपाधिकत्वेन निजस्य स्वभावस्य आत्मतत्त्वस्य उत्कर्षात् वृद्धः, चारित्रिणो हि जीवस्य छद्मस्थतया क्वचिदर्थे अनाभोगेऽपि गौतमादिमहामुनीनामिव तथाविधात्यन्तिकबाधककर्माभावेन स्वस्वभावः सम्यग्दर्शनादिरूपो नापकर्ष प्रतिपद्यत તિ |રા
આ (= ચારિત્રયુક્ત જીવ આગ્રહથી રહિત હોય એ) પણ શાથી હોય? તે કહે છેઃ
ઉપાધિરહિતપણે પોતાના સ્વભાવની = આત્મતત્ત્વની વૃદ્ધિ થતી હોવાથી ચારિત્રયુક્ત જીવ અતત્ત્વમાં આગ્રહથી રહિત હોય. ચારિત્રવાળા જીવને છદ્મસ્થતાના કારણે કોઈ વિષયમાં અનાભોગ થઈ જાય તો પણ શ્રી ગૌતમસ્વામી વગેરે મહામુનિઓની જેમ તેવા પ્રકારના અત્યંત બાધક કર્મોનો અભાવ હોવાથી પોતાનો સમ્યગ્દર્શનાદિ રૂપ સ્વભાવ હાનિને પામતો નથી. (આનંદ શ્રાવક સાથે થયેલા વાર્તાલાપમાં શ્રી ગૌતમસ્વામીને પણ “શ્રાવકને અવધિજ્ઞાન કેટલું હોય” એ વિષયમાં અનાભોગ થઈ ગયો હતો.) (૨૧)
अयमपि कुत इत्याह
માનુસારિત્યાહૂ તારરારૂ ૮૧ રૂતિ . मार्गस्य सम्यग्दर्शनादेर्मुक्तिपथस्यानुवर्तनात् ।।२२।। આ પણ શાથી છે? તે કહે છે :
ચારિત્રયુક્ત જીવ સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગને અનુસરતો હોવાથી તેનામાં પોતાનો સમ્યગ્દર્શનાદિ રૂપ સ્વભાવ હાનિને પામતો નથી. (૨૨) તપિ
तथास्रचस्वभावत्वात् ॥२३॥३९०॥ इति । तथा तत्प्रकारा मार्गानुरूपत्वेन या रुचिः श्रद्धा तद्रूपत्वात् ।।२३।। તે ( = માર્ગાનુસારપણું) પણ શાથી છે તે કહે છે :
ચારિત્રયુક્ત જીવનો મોક્ષમાર્ગને અનુરૂપ રુચિ (= શ્રદ્ધા) રૂપ સ્વભાવ હોય છે. જેને જેમાં રુચિ હોય તે તેને અનુસરે.) આથી ચારિત્રયુક્ત જીવ મોક્ષમાર્ગને અનુસરનારો હોય. (૨૩)
ઉતાર
૩૦૬