SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર્મબિંદુપ્રકરણ પાંચમો અધ્યાય પરીષહનો મોક્ષમાર્ગમાં સ્થિર રહેવા માટે અને બાકીના પરીષદોનો કર્મની નિર્જરા માટે પરાભવ કરવો. (પરીષદોને સહન કરવાથી પરીષહોનો પરાભવ થાય છે.) કહ્યું છે કે - “મોક્ષમાર્ગથી પતન ન થાય એ માટે અને કર્મનિર્જરા માટે પરીષહો સહન કરવા જોઈએ.” (૭) તથા उपसर्गातिसहनम् ॥७७॥३४६॥ इति । उपसृज्यन्ते पीडापरिगतैर्वेद्यन्ते ये ते उपसर्गाः, ते च दिव्य-मानुष-तैरश्चाऽऽत्मसंवेदनीयभेदाच्चतुर्धा, तेषामतिसहनम् अभिभवनम्, अन्यथा व्यसनमयत्वेन संसारस्य तेषामनतिसहने मूढमतित्वप्रसङ्गात्, यथोक्तम् - संसारवर्त्यपि समुद्विजते विपद्भ्यो यो नाम मूढमनसां प्रथमः स नूनम् । अम्भोनिधौ निपतितेन शरीरभाजा संसृज्यतां किमपरं सलिलं विहाय ।।१९८।। ( ) તિ ||૭૭થી. ઉપસર્ગો સહન કરવા. પીડાથી ઘેરાયેલા જીવો વડે જે વેદાય = અનુભવાય તે ઉપસર્ગ. (ઉપસર્ગ આવે ત્યારે અવશ્ય પીડા થાય. માટે ઉપસર્ગ પીડાથી ઘેરાયેલા જીવો વડે વેદાય છે = અનુભવાય છે.) ઉપસર્ગો દિવ્ય (= દેવે કરેલા), માનુષ ( = મનુષ્ય કરેલા) તૈરશ્ચ (= તિર્યંચોએ કરેલા) અને આત્મસંવેદનીય • (= પોતાનાથી થયેલા) એ ચાર ભેદોથી ચાર પ્રકારના છે. ઉપસર્ગો સહન ન કરવામાં આવે તો સંસાર દુઃખમય હોવાથી મૂઢમતિપણાનો પ્રસંગ આવે, અર્થાત્ મૂઢતા થાય. (અર્થાત સંસાર દુઃખમય હોવાથી દુઃખો આવવાના જ, એથી દુઃખોને સહન કરવામાં બુદ્ધિમત્તા છે, અને સહન ન કરવામાં મૂઢતા છે.) કડ્યું છે કે - “જે સંસારમાં રહેલો હોવા છતાં વિપત્તિઓથી ઉગ પામે છે તે ચોક્કસ મૂઢ મનવાળાઓમાં મુખ્ય છે. સમુદ્રમાં પડેલ શરીરધારી જીવ પાણીને છોડીને બીજા કોની સાથે સંબંધ કરે”? (૭૭) • બીજા જીવોએ ન કર્યા હોય, કિંતુ પોતાનાથી જ થયેલા હોય, તેવા ઉપસર્ગો આત્મસંવેદનીય છે. જેમકે થાંભલા સાથે અથડાવાના કારણે પડી જવાથી વેદના થાય, આંખમાં કણિયું વગેરે પડી ગયા પછી આંખને મસળવાના કારણે વેદના થાય. પ્રત્યેક ઉપસર્ગના ચાર ચાર ભેદો છે. (જાઓ યતિજીતકલ્પ વગેરે.) ૨૮૨
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy