________________
ધર્મબિંદુપ્રકરણ
પ્રકાશકીય નિવેદન
વર્તમાન કાળમાં ભવ્ય જીવોને મોક્ષમાર્ગની આરાધનામાં ઉજમાળ બનાવનારા શ્રી જિનાગમ અને જિનપ્રતિમા ઉત્તમ આલંબનરૂપ છે. જે ભવ્યાત્માઓ આ બન્નેનું શરણ સ્વીકારે છે તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ સહેલાઈથી થઈ શકે છે.
જિનાગમ અને જિન પ્રતિમાની ઓળખાણ કરાવનારા પંચમહાવ્રતધારી જિનાજ્ઞા પાલક સુવિહિત ગુરુ ભગવંતોનો પણ ભવ્યજીવો ઉપર અસીમ ઉપકાર છે. આવા ગુરુભગવંતો વર્તમાનકાળ ભરતભૂમિને પોતાના પાદારવિંદથી પાવન કરી અનેક ભવ્યાત્માઓને ધર્મામૃતથી નવપલ્લવિત બનાવી રહ્યા છે.
અમારા શ્રી સંઘમાં કરુણાનિધિ દેવાધિદેવ શ્રી સર્વોદય પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. આ પ્રભુજીની અનુપમ ભક્તિ કરીને સકલ શ્રી સંઘ સર્વોદયને પામી રહ્યો છે. અહીં ભવ્ય મહેલ જેવો સંગેમરમરનો ઉપાશ્રય પણ છે. અહીં પધારીને પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો ઘર્મોપદેશનું પાન કરાવે છે.
અમારા શ્રી સંઘમાં ચાતુર્માસ થાય એવું ઘણા ભાગ્યશાળીઓ ઈચ્છી રહ્યા હતા. આથી સિદ્ધાંત મહોદધિ કર્મ સાહિત્ય નિષ્ણાત પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પરમગીતાર્થ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય હીર સૂ. મ. ના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિત શેખર સૂ. મ. સા. નો નિકટનો પરિચય હોવાથી પૂજ્યશ્રીનું અમારા આંગણે ચાતુર્માસ થાય એ હેતથી સુવિશાલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદય સૂ. મ. ને વિનંતી કરતાં અથાગ પ્રયત્નોને અંતે પૂજ્યશ્રીએ અમારા ઉપર કૃપા કરી પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રીને ચાતુર્માસ મોકલવાની અનુજ્ઞા આપી.
પૂજ્યશ્રીના પ્રવેશની ચાતક નજરે રાહ જોતો સંઘ આખરે એ દિવસને પામવા સદ્ભાગી બન્યો. પૂજ્યશ્રીના મંગલ પ્રવેશને દિવસે શ્રી હસમુખરાય જયંતિલાલ વોરા તથા શ્રી મહેન્દ્રભાઈ બાવચંદ શાહ તરફથી સકળ શ્રી સંઘની નવકારશી રાખવામાં આવી. પૂજ્યશ્રીના વ્યાખ્યાન, પ્રતિક્રમણ આદિમાં સકળ શ્રી સંઘ લાભ લેવા માંડ્યો દર રવિવારે વિવિધ અનુષ્ઠાન આદિ સુંદર આરાધનાઓ થવા લાગી. પૂજ્યશ્રીના મિલનસાર સ્વભાવથી અનેક ભવ્યાત્માઓ આકર્ષાયા. ક્યારે ય ઉપાશ્રયમાં નહિં