________________
ચોથો અધ્યાય
ધર્મબિંદુપ્રક૨ણ
यथा 'को वत्स! त्वम्, किंनिमित्तं वा प्रव्रजसि ? ' ततो यद्यसौ कुलपुत्रकः तगरानगरादिसुन्दरक्षेत्रोत्पन्नः 'सर्वाशुभोद्भवभवव्याधिक्षयनिमित्तमेवाहं भगवन्! प्रव्रजितुमुद्यतः' इत्युत्तरं कुरुते तदाऽसौ प्रश्नशुद्धः । ततोऽस्य दुरनुचरा प्रव्रज्या कापुरुषाणाम्, आरम्भनिवृत्तानां पुनरिह परभवे च परमः कल्याणलाभः, तथा यथैव जिनानामाज्ञा सम्यगाराधिता मोक्षफला तथैव विराधिता संसारफलदुःखदायिनी, तथा यथा कुष्ठादिव्याधिमान् क्रियां प्राप्तकालां प्रतिपद्यापथ्यमासेवमानो अप्रवृत्तादधिकं शीघ्रं च विनाशमाप्नोति एवमेव भावक्रियां संयमरूपां कर्मव्याधिक्षयनिमित्तं प्रपद्य पश्चादसंयमापथ्यसेवी अधिकं कर्म समुपार्जयति' इत्येवं तस्य साध्वाचारः कथनीय इति २। एवं कथितेऽपि साध्वाचारे निपुणमसौ परीक्षणीयः, यतः असत्याः सत्यसङ्काशाः, सत्याश्चासत्यसन्निभाः ।
दृश्यन्ते विविधा भावास्तस्माद्युक्तं परीक्षणम् || १५२।। (महाभारते शान्तिपर्वणि १२/११२/६१)
अतथ्यान्यपि तथ्यानि, दर्शयन्त्यतिकौशलाः ।
चित्रे निम्नोन्नतानीव चित्रकर्मविदो जनाः || १५३ || ( महाभारते अनुशासनपर्वणि) परीक्षा च सम्यक्त्व-ज्ञान-चारित्रपरिणतिविषया तैस्तैरुपायैर्विधेया, परीक्षाकालश्च प्रायतः षण्मासाः, तथाविधपात्रापेक्षया तु अल्पो बहुश्च स्यात् ३। तथा सामायिकसूत्रम् अकृतोपधानस्यापि कण्ठतो वितरणीयम्, अन्यदपि सूत्रं पात्रतामपेक्ष्याध्यापयितव्यः
112211
આ પ્રમાણે દીક્ષા લેનાર અને દીક્ષા આપનારનું વર્ણન કર્યું, હવે દીક્ષા આપવાની વિધિને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છેઃ
દીક્ષા લેવા માટે સ્વયં પાસે આવેલા જીવને પૂછવું, આચારો કહેવા, પરીક્ષા કરવી, સામાયિક વગેરે સૂત્રો આપવા, તેવા પ્રકારના અનુષ્ઠાનોનો અભ્યાસ કરાવવો એ દીક્ષા આપવાની વિધિ છે. પૂર્વસૂત્રમાં (આ અધ્યાયના બીજા સૂત્રમાં) સૂચિત કરેલ વિધિ અહીં બતાવવામાં આવેલ છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છેઃ- સદ્ધર્મના ઉપદેશથી આકર્ષાઈને પ્રવ્રજ્યાની સન્મુખ થયેલા જીવને પૂછવું કે હે વત્સ! તું કોણ છે? તું શા માટે દીક્ષા લે છે? પછી જો તે ઉત્તર આપે કે- હું કુલીન પુત્ર છું, તગરાનગરી વગેરે સુંદ૨ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલો છું, હે ભગવંત! સર્વ અશુભ (રાગાદિ દોષો અને કર્મો) થી થયેલ ભવરૂપી વ્યાધિનો નાશ કરવા માટે જ હું દીક્ષા લેવા માટે તત્પર થયો છું, તો તે પ્રશ્નશુદ્ધ
૨૨૮