________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
તેટલા બધાય ગુણો જેનામાં હોય તે જીવ ઉત્કૃષ્ટ યોગ્ય છે. તે ગુણોમાંથી ચોથા ભાગના ઓછા ગુણો જેનામાં હોય તે મધ્યમ યોગ્ય છે, અર્ધા ભાગના ઓછા ગુણો જેનામાં હોય તે જઘન્ય યોગ્ય છે. એ જ રીતે ગુરુ વિષે પણ જાણવું. (૫)
अथैतस्मिन्नेवार्थे परतीर्थिकमतानि दश स्वमतं चोपदर्शयितुमिच्छु: 'नियम एवायमिति वायुः' इत्यादिकं 'भवन्ति अल्पा अपि गुणाः कल्याणोत्कर्षसाधकाः' इत्येतत्पर्यन्तं सूत्रकदम्बकमाह
नियम एवायमिति वायुः ॥६॥२३२॥ इति। नियम एव अवश्यम्भाव एव अयं यदुत परिपूर्णगुणो योग्यो नापरः पादप्रमाणादिहीनगुणः स्यादित्येवं वायुः वायुनामा प्रवादिविशेषः, प्राहेति सर्वत्र क्रिया નીચત //દ્દા
હવે આ જ વિષયમાં અન્ય દર્શનકારોના દશ મતો અને પોતાનો મત બતાવવાની ઈચ્છાવાળા ગ્રંથકાર સોળ સૂત્રો કહે છે -
નિયમ જ છે કે આ યોગ્ય છે એમ વાયુ કહે છે. સંપૂર્ણ ગુણોથી યુક્ત હોય તે જ દીક્ષા લેવાને અને દીક્ષા આપવાને યોગ્ય છે. ચોથાભાગના ઓછા ગુણવાળો વગેરે યોગ્ય નથી, એમ વાયુ નામના વાદીનું કહેવું છે. (૬)
कुत इत्याहसमग्रगुणसाध्यस्य तदर्द्धभावेऽपि तत्सिद्ध्यसम्भवाद् ॥७॥२३३॥ इति।
समग्रगुणसाध्यस्य कारणरूपसमस्तगुणनिष्पाद्यस्य कार्यस्य तदर्द्धभावेऽपि तेषां गुणानामर्द्धभावे उपलक्षणत्वात् पादहीनभावे च तत्सिद्ध्यसम्भवात्, तस्माद् गुणात् पादोनगुणभावाद्वा या सिद्धिः निष्पत्तिः तस्या असम्भवाद् अघटनात्, अन्यथा कार्यकारणव्यवस्थोपरमः प्रसज्यत इति ।।७।।
સંપૂર્ણગુણોથી યુક્ત હોય તે જ યોગ્ય કેમ છે તે કહે છેઃ
કારણકે સંપૂર્ણ ગુણોથી સાધ્ય કાર્ય અર્ધા ગુણો હોય તો પણ સિદ્ધ ન થઈ શકે. જે કાર્ય કારણરૂપ સમસ્તગુણોથી થઈ શકે તેમ હોય તે કાર્ય અર્ધગુણોથી કે ચોથાભાગહીન ગુણોથી પણ ન થઈ શકે. જો સંપૂર્ણ ગુણોથી સાધ્ય કાર્ય ઓછા ગુણોથી સિદ્ધ થઈ જાય તો કાર્ય - કારણભાવની વ્યવસ્થા અટકી જવાનો પ્રસંગ
૨૨૦