________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
છે કે “થોડાનો ઉપયોગ કરતો અને ઘણું = અનંત છોડતો શ્રાવક પરલોકમાં ઘણા = અનંત સુખને પામે છે.” (૪૫)
તથા- યથાવત ચૈત્યગૃહમનમું ૪દ્દા ૭૨ રૂતિ ___यथोचितं यथायोग्यं चैत्यगृहगमनं चैत्यगृहे जिनभवनलक्षणे अर्हबिम्बवन्दनाय प्रत्याख्यानक्रियानन्तरमेव गमनमिति, इह द्विविधः श्रावको भवति- ऋद्धिमांस्तदितरश्च, तत्रद्धिमान् राजादिरूपः, स सर्वस्वपरिवारसमुदायेन व्रजति, एवं हि तेन प्रवचनप्रभावना कृता भवति, तदितरोऽपि स्वकुटुम्बसंयोगेनेति, समुदायकृतानां कर्मणां भवान्तरे समुदायेनैवोपभोगभावात् ।।४६।।
ઉચિત રીતે જિનમંદિરમાં જવું. પચ્ચખાણ કર્યા પછી તરત જ જિનબિંબોને વંદન કરવા માટે જિનમંદિરમાં જવું. અહીં શ્રાવકના ઋદ્ધિમાન અને ઋદ્ધિરહિત એમ બે ભેદ છે. તેમાં રાજા વગેરે ઋદ્ધિમાન છે. ઋદ્ધિમાન શ્રાવક પોતાના સર્વ પરિવારના સમુદાયની સાથે જાય. આ રીતે જિનમંદિરે જવાથી તે શાસનની મહાન પ્રભાવના કરે છે. ઋદ્ધિરહિત શ્રાવક પણ પોતાના કુટુંબની સાથે જિનમંદિરે જાય. કારણકે સમુદાયથી કરેલાં કર્મો ભવાંતરમાં સમુદાયથી જ ભોગવાય છે.
(૪૬).
તથા- વિધિનાનુ વેશ: I૪ના ૮૦ના રૂતિ
विधिना विधानेन चैत्यगृहे प्रवेशः कार्यः, अनुप्रवेशविधिश्चायम्- सच्चित्ताणं दव्वाणं विउस्सरणयाए १, अचित्ताणं दव्वाणं अविउस्सरणयाए २, एगसाडिएणं उत्तरासंगेणं ३, चक्खुफासे अंजलिपग्गहेणं ४, मणसो एगत्तीकरणेणं ५ (भगवतीसूत्रे ર/૧, જ્ઞાતિધર્મકથા પ્રથમધ્યયને p. ૪૨, ૬ 9૭) તિ I૪ળા
વિધિથી પ્રવેશ કરવો. જિનમંદિરમાં વિધિથી પ્રવેશ કરવો. પ્રવેશનો વિધિ આ પ્રમાણે છે :- “જિનમંદિરે પ્રવેશ કરતાં (૧) શરીરશોભા માટે કે શરીર સુખ માટે પહેરેલી પુષ્પમાળા વગેરે સચિત્ત દ્રવ્યનો ત્યાગ કરવો. (૨) મુગટ સિવાયના અલંકારો વગેરે અચિત્ત દ્રવ્યનો ત્યાગ ન કરવો. (૩) પહોળા ઉત્તમ વસ્ત્રનું ઉત્તરાયણ કરવું. (૪) જિનપ્રતિમાનું દર્શત થતાં જ “નમો જિણાણે બોલવાપૂર્વક મસ્તકે બે હાથ જોડીને અંજલિ કરવી. (૫) જિનદર્શનમાં મનની એકાગ્રતા કરવી.” (૪૭)
૧૮૮