________________
ધર્મબિંદુપ્રક૨ણ
ત્રીજો અધ્યાય
तत्र
सचित्तनिक्षेपपिधाने च परव्यपदेशश्च मात्सर्यं च कालातिक्रमश्चेति समासः, सचित्ते सचेतने पृथिव्यादी निक्षेपः साधुदेयभक्तादेः स्थापनं सचित्तनिक्षेपः, तथा सचित्तेनैव बीजपूरादिना पिधानं साधुदेयभक्तादेरेव स्थगनं सचित्तपिधानम् । तथा परस्य आत्मव्यतिरिक्तस्य व्यपदेशः परकीयमिदमन्नादिकमित्येवमदित्सावतः साधुसमक्षं भणनं परव्यपदेशः, तथा मत्सरः असहनं साधुभिर्याचितस्य कोपकरणम्, तेन रण याचितेन दत्तमहं तु किं ततोऽपि हीन इत्यादिविकल्पो वा, सोऽस्यास्तीति मत्सरी, तद्भावो मात्सर्यम्, तथा कालस्य साधूचितभिक्षासमयस्यातिक्रमः अदित्सयाऽनागतभोजनपश्चाद्भोजनद्वारेणोल्लङ्घनं कालातिक्रमोऽतिचार इति । भावना पुनरेवम्यदाऽनाभोगादिनाऽतिक्रमादिना वा एतानाचरति तदाऽतिचारोऽन्यदा तु भङ्ग इति
||૩૪||
હવે ચોથા શિક્ષાપદ (અતિથિસંવિભાગ) વ્રતના અતિચારો કહે છે ઃસચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ એ પાંચ ચોથા શિક્ષાપદવ્રતના અતિચારો છે.
:
સચિત્તનિક્ષેપ ઃ (નહિ આપવાની બુદ્ધિથી) સાધુને આપવા લાયક અન્ન વગેરે વસ્તુને પૃથ્વી આદિ સચિત્ત વસ્તુ ઉપર મૂકી દેવી. સચિત્તપિધાનઃ (નહિ આપવાની બુદ્ધિથી) સાધુને આપવા લાયક વસ્તુને બીજોરુ આદિ સચિત્ત વસ્તુથી જ ઢાંકી દેવી. પરવ્યપદેશ ઃ વસ્તુ પોતાની હોવા છતાં નહિ આપવાની બુદ્ધિથી આ વસ્તુ બીજાની છે એમ સાધુ સમક્ષ બોલવું. માત્સર્ય : માત્સર્ય એટલે સહન ન કરવું. સાધુ કોઇ વસ્તુ માંગે તો ગુસ્સો ક૨વો, અથવા પેલા રંકે સાધુની માગણીથી આપ્યું તો શું હું તેનાથી ઉતરતો છું ? એમ ઇર્ષ્યાથી સાધુને વહોરાવવું. કાલાતિક્રમઃ સાધુને ઉચિત ભિક્ષાસમયનું ઉલ્લંઘન કરવું તે કાલાતિક્રમ. નહિ વહોરાવવાની ઇચ્છાથી ભિક્ષાનો સમય થયા પહેલાં કે વીતી ગયા પછી નિમંત્રણ કરવું.
અહીં ભાવના આ પ્રમાણે છે :- જો અનુપયોગ આદિથી કે અતિક્રમ આદિથી આ દોષોને આચરે તો અતિચાર લાગે, અન્યથા (જાણી જોઇને આ દોષો આચરે તો) વ્રતભંગ જ થાય. (૩૪)
एवमणुव्रत-गुणव्रत-शिक्षापदानि तदतिचारांश्चाभिधाय प्रस्तुते योजयन्नाहएतद्रहिताणुव्रतादिपालनं विशेषतो गृहस्थधर्मः ॥ ३५ ॥ १६८ ॥ इति ।
૧૮૧