SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય પસાર થઈ રહ્યો હતો ત્યારે એકવાર કામીજનોને વિલાસ કરવાના ઉલ્લાસમાં સહાય કરનાર કૌમુદીપર્વનો દિવસ આવ્યો. આ અવસરે રાણીએ રાજાને વિનંતિ કરી કે હે દેવ! વરદાન આપીને મારા પર કૃપા કરો. વરદાનની માગણી આ પ્રમાણે કરીઃ આજે કપુરના પુંજ જેવા ચંદ્રકિરણોના સમૂહથી જેમાં બધી દિશાઓ પરિપૂર્ણ બનેલી છે એવી રાત્રિમાં પોતાના મોટા પરિવારથી અને બાકીના અંતઃપુરથી પરિવરેલી હુંત્રિક અને ચતુષ્ક વગેરે રમણીય પ્રદેશોનાં સૌંદર્યોને જોવાના કુતૂહલથી આ નગરીમાં પરિભ્રમણ કર્યું અને આ પ્રમાણે પરિભ્રમણ કરતી મને કોઈ રોકે નહીં. ત્યાર બાદ તરત જ આખા રાજ્યમાં પટહ વગડાવીને બધી જ જાતના પુરુષોને રાત્રે નગરમાંથી બહાર નીકળી જવાની આજ્ઞાની ઘોષણા કરાવી. તેથી પ્રાતઃકાલથી આરંભી પોતપોતાની અનુકૂળતા પ્રમાણે બધાય લોકો નગરની બહાર જવા લાગ્યા. તે વખતે મંત્રી વગેરે નગરના મુખ્ય માનવોથી પરિવરેલો રાજા જાતે જ નગરની બહાર ઇશાનખૂણામાં રહેલા મનોરમ નામના ઉદ્યાનમાં આવ્યો. એ છએ શ્રેષ્ઠિપુત્રો નામુ લખવામાં વ્યસ્ત હતા. એથી “હમણાં જઈએ છીએ, હમણાં જઈએ છીએ” એ પ્રમાણે જવાના પાકા વિચારવાળા હોવા છતાં સાંજના સમય સુધી દુકાનમાં જ રહ્યા. આ તરફ સૂર્ય અસ્તાચલ પર્વતના શિખરને શોભાવ્યું, અર્થાત્ સૂર્યાસ્ત થઈ ગયો. ઉતાવળા થયેલા તે છ શ્રેષ્ઠિપુત્રો જેટલામાં નગરના દરવાજાની પાસે આવે છે, તેટલામાં જાણે તેમની જીવવાની આશાની સાથે હોય તેમ બંને કમાડ ભેગા થવાથી પોળના દરવાજા બંધ થઈ ગયા, અર્થાત્ જેમ પોળના દરવાજા બંધ થઈ ગયા તેમ તેમની જીવવાની આશા પણ બંધ થઈ ગઈ. ત્યાર પછી ભય પામેલા તે શ્રેષ્ઠિપુત્રો કોઈથી પણ ઓળખી ન શકાય તે રીતે પાછા ફરીને દુકાનમાં રહેલા ગુપ્ત ભોંયરામાં એક સ્થાનમાં સંતાઈ ગયા. ધારિણી રાણી પણ રાતે શ્રેષ્ઠ શૃંગારવાળી અંતઃપુરની સ્ત્રીઓ સાથે પુરુષોથી રહિત નગરીમાં પોતાની ઇચ્છા પ્રમાણે ક્રીડા કરવા લાગી. પ્રાતઃકાલ થતાં કમલવનને વિકસિત કરવામાં તત્પર, કેશુડાના કાંતિવાળા અતિશય ઉછળતા એવા રંગથી દિશાઓના મંડલને રંગી નાખનાર અને જગતના એક નેત્ર સ્વરૂપ એવા સૂર્યનો ઉદય થયો. પુરુષો નગરમાં પ્રવેશ કરે એ પહેલાં જ રાજાએ નગરરક્ષકોને આજ્ઞા કરી. તે આ પ્રમાણે - નગરમાં જુઓ કે અમારી આજ્ઞાનો ભંગ કરનાર કોઈ પુરુષ છે કે નહિ ? જાણે યમદૂતો હોય એવા તેમણે સારી રીતે તપાસ કરતા છ શ્રેષ્ઠિપુત્રોને પકડયા. તેમણે તે જ સમયે રાજાને આ બીના જણાવી. તેથી રાજાએ કોપ પામેલા યમરાજની ૧૩૩.
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy