________________
ધર્મબિંદુપ્રક૨ણ
ત્રીજો અધ્યાય
શુભપરિણામને આપણે જોઇ શકતા નથી. પ્રશમ વગેરે પાંચ ગુણોને આપણે જોઇ શકીએ છીએ. જો આપણા આત્મામાં શમ વગેરે ગુણો જણાતા હોય તો આપણામાં સમ્યગ્દર્શન છે એમ આપણે નક્કી કરી શકીએ. એ જ રીતે બીજા કોઇ જીવમાં પ્રશમ વગેરે ગુણો છે એમ જણાય તો એનામાં સમ્યગ્દર્શન છે એમ નક્કી કરી શકાય.)
સ્વભાવથી જ થયેલો અથવા ક્રોધાદિ ક્રૂર કષાયો રૂપ વિષના વિકારોના કટુફલો જોવાથી થયેલો કષાયોનો નિરોધ એ પ્રશમ છે. સંવેગ એટલે મોક્ષની અભિલાષા. નિર્વેદ એટલે ભવથી ઉદ્વેગ = કંટાળો. અનુકંપા એટલે દુઃખી જીવો ઉપર કરુણા. આસ્તિક્ય એટલે ‘‘ જિનેશ્વરોએ જે કહ્યું છે તે જ નિઃશંકપણે સાચું છે'' એવી હાર્દિક શ્રદ્ધા. (૭)
-
एवं सम्यग्दर्शनसिद्धौ यद् गुरुणा विधेयं तदाहउत्तमधर्मप्रतिपत्त्यसहिष्णोस्तत्कथनपूर्वमुपस्थितस्य विधिनाऽणुव्रतादिदानम् ॥८॥ १४१ ॥ इति ।
इह भव्यस्य भवभीरोर्धर्मग्रहणोद्यममवलम्बमानस्य गुरुणा प्रथमं क्षमामार्दवादिर्यतिधर्मः सप्रपञ्चमुपवर्ण्य प्रदातुमुपस्थापनीयः, तस्यैव सर्वकर्मरोगविरेचकत्वात् । यदा चासावद्यापि विषयसुखपिपासादिभिरुत्तमस्य क्षमा मार्दवादेर्यतिधर्मस्य प्रतिपत्तिः अभ्युपगमः तस्यामसहिष्णुः अक्षमः तदा तस्य तत्कथनपूर्वं स्वरूप भेदादिभिस्तेषाम् अणुव्रतादीनां कथनं प्रकाशनं पूर्वं प्रथमं यत्र तत् तथा, क्रियाविशेषणमेतत्, उपस्थितस्य ग्रहीतुमभ्युद्यतस्य किमित्याह - विधिना वक्ष्यमाणेनाणुव्रतादिदानं कर्त्तव्यमिति ||८|| આત્મામાં આ પ્રમાણે સમ્યગ્દર્શનનો નિર્ણય થઇ જતાં ગુરુએ જે કરવું જોઇએ તે કહે છે ઃ
ધર્મ સ્વીકારવા માટે તત્પર બનેલો જીવ જો યતિધર્મ સ્વીકારવા માટે અસમર્થ હોય તો તેને અણુવ્રતો વગેરેની સમજ આપીને વિધિપૂર્વક અણુવ્રતો વગેરેનું દાન કરવું. અહીં ધર્મનો સ્વીકાર કરવાનો ઉદ્યમ કરનારા ભવભીરુ એવા ભવ્યજીવ સમક્ષ ગુરુએ પહેલાં ક્ષમા, માર્દવ વગેરે યતિધર્મનું વિસ્તારથી વર્ણન કરીને તેને સાધુધર્મ આપવાને લાયક બનાવવો. કારણકે સાધુધર્મ જ સર્વ કર્મરૂપ રોગોનો નાશ કરે છે. પણ જો ભવ્યજીવ હજી પણ વિષયતૃષ્ણા આદિના કારણે ક્ષમા-માર્દવ આદિ
૧૨૫
=