SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રક૨ણ આવો તે જીવ ધર્મ જ ઉપાદેય છે એમ જાણીને ભાવથી ધર્મને કરવાની ઈચ્છાના પરિણામવાળો બને છે. એથી અતિસૂક્ષ્મ ઉપયોગથી પોતાની શક્તિને વિચારીને હવે કહેવાશે તે વંદનાદિની શુદ્ધિ રૂપ વિધિથી ધર્મને જ સ્વીકારવામાં સમ્યક્ પ્રવૃત્તિ કરે છે. જો અતિસૂક્ષ્મ ઉપયોગથી પોતાની શક્તિને વિચારવામાં ન આવે તો જેટલી શક્તિ હોય તેનાથી અધિક ધર્મને સ્વીકારવાની પ્રવૃત્તિ કરે એવું બને અને એથી ધર્મનો ભંગ થાય એવું પણ બને. આમ થાય તો લાભ થવાના બદલે નુકશાન થાય. માટે અહીં અતિસૂક્ષ્મ ઉપયોગથી શક્તિને વિચારવાનું કહ્યું. પ્રશ્ન ઃ તે જીવ ‘‘ધર્મ જ ઉપાદેય છે'' એમ કેવી રીતે જાણે? ઉત્તર ઃ- ‘‘એક ધર્મ જ એવો મિત્ર છે કે જે મરેલા પણ જીવની પાછળ પાછળ જાય છે. બાકી બધું ય શરીરની સાથે નાશ પામે છે.'' (યો. સ. ૫૯) ઈત્યાદિ વચનથી તે જીવ ધર્મ જ ઉપાદેય છે એમ જાણે છે. (૨) ત્રીજો અધ્યાય ननु किमर्थमस्यैव धर्मग्रहणसंप्रवृत्तिर्भण्यते इत्याहयोग्यो ह्येवंविधः प्रोक्तो जिनैः परहितोद्यतैः । નસાધનમાવેન નાતોન્ચઃ પરમાર્થતઃ ॥૩॥ કૃતિ । योग्यो अर्हो भव्य इति योऽर्थः हिर्यस्माद् एवंविधः 'सद्धर्मश्रवणात् ' इत्यादिग्रन्थोक्तविशेषणयुक्तः पुमान् धर्मप्रतिपत्तेः प्रोक्तः, कैरित्याह- जिनैः अर्हद्भिः परहितोद्यतैः सकलजीवलोककुशलाधानधनैः केन कारणेनेत्याह फलसाधनभावेन योग्यस्यैव धर्मग्रहणफलं प्रति साधकभावोपपत्तेः, व्यतिरेकमाह - न नैव अतः धर्मग्रहीतुः अन्यः पूर्वश्लोकद्वयोक्तविशेषणविकलः परमार्थतः तत्त्ववृत्त्या योग्य इति || ३ || , “આવો જ જીવ ધર્મનો સ્વીકાર કરવામાં સમ્યક્ પ્રવૃત્તિને કરે છે” એમ કહેવામાં શું કારણ છે તે કહે છે ઃ કારણ કે (પરહિતોવñ :) સકલ જીવલોકમાં કુશલની સ્થાપના કરવી એજ જેમનું ધન છે એવા તીર્થંકરોએ આવા જ ( = આ અધ્યાયની પહેલી – બીજી ગાથામાં જેનું વર્ણન કર્યું છે તેવા જ) પુરુષને ધર્મનો સ્વીકાર કરવા માટે યોગ્ય કલ્યો છે. આવા પુરુષથી અન્ય (= આ અધ્યાયની પહેલી બીજી ગાથામાં જણાવેલ વિશેષણોથી રહિત) પુરુષ પરમાર્થથી ધર્મ સ્વીકારવાને માટે યોગ્ય નથી. પ્રશ્નઃ ૧૧૯
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy