________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
જીવને તત્ત્વશ્રદ્ધા રૂપ શુદ્ધ સમ્યત્વનો લાભ થાય છે. એ શુદ્ધ સમ્યકત્વના સામર્થ્યથી જીવને પૂર્વના જેવો (= ગ્રંથિભેદ થયા પહેલાં જેવો હતો તેવો) અતિગાઢ સંક્લેશ (= રાગ – વૈષ) થતો નથી.
પ્રશ્ન :- સમ્યકત્વની હાજરીમાં અતિગાઢ સંક્લેશ ન થાય, પણ સમ્યક્ત્વ ચાલ્યું જાય = સમ્યકત્વની હાજરી ન હોય ત્યારે તો પૂર્વના જેવો અતિગાઢ સંક્લેશ થાય ને? ઉત્તર :- ના. સમ્યક્ત્વ ચાલ્યું જાય તો પણ ગ્રંથિભેદ થયા પછી ક્યારેય પૂર્વના જેવો અતિગાઢ સંક્લેશ થતો નથી. મણિમાં એકવાર વેધ (= છિદ્ર) થઈ જાય પછી કોઈ કારણસર મેલથી સંપૂર્ણ છિદ્ર પૂરાઈ જાય તો પણ તે મણિની વેધ થયા પહેલાં જેવી અવસ્થા હતી તેવી અવસ્થા થતી નથી. તે પ્રમાણે ગ્રંથિભેદ થયા પછી જીવને ક્યારેય અતિગાઢ સંક્લેશ થતો જ નથી. (૯)
एतदपि कुत इत्याह
न भूयस्तद्बन्धनम् ॥७०॥१२८॥ इति । __यतो न भूयः पुनरपि तस्य ग्रन्थेबन्धनं निष्पादनं भेदे सति संपद्यते इति, किमुक्तं भवति? यावती ग्रन्थिभोदकाले सर्वकर्मणामार्वजनिां स्थितिरन्तःसागरोपमकोटीकोटिलक्षणाऽवशिष्यते तावत्प्रमाणामेवासी समुपलब्धसम्यग्दर्शनो जीवः कथञ्चित् सम्यक्त्वापगमात् तीव्रायामपि तथाविधसंक्लेशप्राप्तौ बध्नाति, न पुनस्तं बन्धेनातिक्रामतीति ।।७०।।
ગ્રંથિભેદ થયા પછી અતિસંક્લેશ ન થવાનું શું કારણ છે તે જણાવે છે -
ફરી તે ગ્રંથિ બંધાતી નથી. ગ્રંથિભેદ થયા પછી અતિસંક્લેશ ન થવાનું કારણ એ છે કે ફરી તે ગ્રંથિ બંધાતી નથી. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે:- ગ્રંથિભેદ થાય ત્યારે આયુષ્ય સિવાય સર્વ (સાત) કર્મની સ્થિતિ અંકોડાકોડિ જેટલી બાકી રહે છે. સમ્યકત્વને પામ્યા પછી કોઈ પણ કારણથી કોઇ જીવનું સમ્યકત્વ ચાલ્યું જાય અને તેથી તે જીવને તેવા પ્રકારનો તીવ્ર સંક્લેશ થાય તો પણ તે જીવ કર્મસ્થિતિ તેટલી જ (= અંતઃકોડાકોડ સાગરોપમ જેટલી જ) બાંધે છે, પણ તેનાથી અધિક બાંધતો નથી. (જીવે એકવાર રાગ - વૈષના તીવ્ર પરિણામરૂપ ગ્રંથિને ભેદી અર્થાત છડી, એટલે પછી ક્યારેય તેવી તીવ્ર રાગ - દ્વેષ પરિણામ થતો નથી. આનો અર્થી એ થયો કે ફરી તે ગ્રંથિ બંધાતી નથી. એના કારણે અંતકડાકોડિ સાગરોપમ
૧ ૧૦