________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
પરિણામ શુદ્ધ થઈ જાય ત્યારે બંધના ભેદો કહેવા. (જ્ઞાનપૂર્વકની શ્રદ્ધારૂપ) પરિણામ અત્યંત શુદ્ધ થઈ જાય ત્યારે બંધશતક આદિ ગ્રંથના આધારે મૂલપ્રકૃતિબંધના આઠ ભેદો અને ઉત્તરપ્રકૃતિના સતાણું (૮૭) ભેદો જણાવવા. (55)
तथा
वरबोधिलाभप्ररूपणा ॥६७॥१२५॥ इति । वरस्य तीर्थकरलक्षणफलकारणतया शेषबोधिलाभेभ्योऽतिशायिनो बोधिलाभस्य प्ररूपणा प्रज्ञापना, अथवा वरस्य द्रव्यबोधिलाभव्यतिरेकिणः पारमार्थिकस्य बोधिलाभस्य, प्ररूपणा हेतुतः स्वरूपतः फलतश्चेति ।।६७।।
વરબોધિલાભની પ્રરૂપણા કરવી. વર એટલે શ્રેષ્ઠ. બોધિલાભ એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ. જે બોધિલાભ તીર્થંકર પદ રૂપ ફલનું કારણ બને તે બોધિલાભ તીર્થંકરપદ રૂપ ફલનું કારણ નહીં બનનારા અન્ય બોધિલાભોથી વિશેષતાવાળો હોવાથી શ્રેષ્ઠ બોધિલાભ છે. અથવા દ્રવ્યબોધિલાભ સિવાયનો પારમાર્થિક બોધિલાભ શ્રેષ્ઠ બોધિલાભ છે. આવા શ્રેષ્ઠ બોધિલાભની હેતુથી, સ્વરૂપથી અને ફલથી પ્રરૂપણા કરવી, અર્થાત્ કયા કારણોથી શ્રેષ્ઠબોધિલાભની પ્રાપ્તિ થાય, શ્રેષ્ઠબોધિલાભનું સ્વરૂપ શું છે, શ્રેષ્ઠબોધિલાભનું ફળ શું છે તે શ્રોતાને જણાવવું.
(59)
तत्र हेतुतस्तावदाह
तथाभव्यत्वादितोऽसौ ॥६८॥१२६॥ इति । भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वमनादिपारिणामिको भावः आत्मस्वतत्त्वमेव, तथाभव्यत्वं तु भव्यत्वमेव कालादिभेदेनात्मनां बीजसिद्धिभावात् नानारूपतामापन्नम्, आदिशब्दात् काल-नियति-कर्म-पुरुषपरिग्रहः, तत्र कालो विशिष्टपुद्गलपरावर्तोत्सर्पिण्यादिः तथाभव्यत्वस्य फलदानाभिमुख्यकारी, वसन्तादिवद् वनस्पतिविशेषस्य, कालसद्भावेऽपि न्यूनाधिकव्यपोहे न नियत कार्यकारिणी नियतिः, अपचीयमानसंक्लेशं नानाशुभाशयसंवेदनहेतुः कुशलानुबन्धि कर्म, समुचितपुण्यसंभारो महाकल्याणाशयः प्रधानपरिज्ञानवान् प्ररूप्यमाणार्थपरिज्ञानकुशलः पुरुषः, ततस्तथाभव्यत्वमादौ येषां ते तथा तेभ्यः, असौ वरबोधिलाभः प्रादुरस्ति, स्वरूपं च जीवादिपदार्थश्रद्धानमस्य ।।६८।।
૧૦૭