SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ બીજો અધ્યાય -- પ્રતિષેધનું રક્ષણ એ પાલન. જે ધર્મમાં ભિક્ષાટન આદિ બાહ્ય ક્રિયાઓ એવી જણાવી હોય કે જે ક્રિયાથી (સંભવ થાય=) શાસ્ત્રમાં સાક્ષાત્ ન જણાવેલા પણ વિધિ - નિષેધો જણાઈ આવે, અને (પાલન થાય =) જે વિધિ - નિષેધો જણાવ્યા હોય તે વિધિ - નિષેધોનું બરોબર પાલન થાય, તે ધર્મ છેદથી શુદ્ધ છે. જેમ કષશુદ્ધિ થવા છતાં કદાચ અંદરથી અશુદ્ધ હશે એવી શંકા કરનારા સોનીઓ સોનામહોર આદિનો છેદ કરે છે, તેમ પ્રસ્તુતમાં કષશુદ્ધિ થવા છતાં વિચક્ષણ પુરુષો ધર્મના છેદની અપેક્ષા રાખે છે. તે છેદ વિશુદ્ધ બાલ્યક્રિયારૂપ છે. ક્રિયા વિશુદ્ધ તે છે કે જે ક્રિયામાં (= જે ક્રિયા કરવામાં) નહીં કહેલા પણ વિધિ - પ્રતિષેધ બાધિત થયા વિના પોતાના સ્વરૂપને પામે છે, અને પોતાના સ્વરૂપને પામેલા તે બંને અતિચાર રહિત બનીને ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. આવી વિશુદ્ધ ક્રિયા જે ધર્મમાં વિસ્તારથી કહેવામાં આવી હોય તે ધર્મ છેદથી શુદ્ધ છે. (૩૬) यथा कष-च्छेदशुद्धमपि सुवर्णं तापमसहमानं कालिकोन्मीलनदोषान्न सुवर्णभावमश्नुते, एवं धर्मोऽपि सत्यामपि कष-च्छेदशुद्धौ तापपरीक्षामनिर्वहमाणो न स्वभावमासादयत्यतः तापं प्रज्ञापयन्नाह उभयनिबन्धनभाववादस्तापः ॥३७॥९५॥ इति । उभयोः कष-च्छेदयोः अनन्तरमेवोक्तरूपयोः निबन्धनं परिणामिरूपं का यो भावो जीवादिलक्षणः तस्य वादः प्ररूपणा, किमित्याह - तापोऽत्र श्रुतधर्मपरीक्षाधिकार, इदमुक्तं भवति- यत्र शास्त्रे द्रव्यरूपतया अप्रच्युतानुत्पन्नः पर्यायात्मकतया च प्रतिक्षणमपरापरस्वभावास्कन्दनेन अनित्यस्वभावो जीवादिरवस्थाप्यते स्वात् तत्र तापशुद्धिः, यतः परिणामिन्येवात्मादौ तथाविधाशुद्धपर्यायनिरोधन ध्यानाध्ययनाद्यपरशुद्धपर्यायप्रादुर्भावादुक्तलक्षणः कषो बाहयचेष्टाशुद्धिलक्षणश्च छेद उपपद्यते, न पुनरन्यथेति |રૂપી જેમ કષ અને છેદથી શુદ્ધ પણ સુવર્ણ તાપને સહન ન કરે તો તેમાં કાળાશ પ્રગટ થાય છે, એ દોષથી તે સુવર્ણભાવને પામતું નથી = સાચું સોનું કહેવાતું નથી, એમ ધર્મ પણ કષ અને છેદથી શુદ્ધ હોવા છતાં જો તાપ પરીક્ષામાં પસાર ન થઈ શકે તો સ્વભાવને પ્રાપ્ત કરતું નથી, અર્થાત્ શુદ્ધધર્મ ગણાતો નથી, આથી તાપને જણાવતા ગ્રંથકાર કહે છે : ૮S
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy