________________
જેની પાસે કંઈ નથી તે સાચા સુખી છે
એક બાદશાહનું સૈન્ય જઈ રહ્યું હતું. રસ્તામાં એક ફકીર બેઠો હતો. સૈન્યની આગળ ચાલનારા સૈનિકોએ તેને ખસી જવા કહ્યું. તે ન ખસ્યો. તેને ઘણું સમજાવ્યો, છતાં તે ન ખસ્યો. સૈન્ય અટકી ગયું. બાદશાહે કારણ પૂછ્યું. રસ્તામાં ફકીર બેઠો હોવાનું જાણ્યું. બાદશાહ પોતે તેની પાસે આવ્યો અને તેને ઊઠી જવા કહ્યું. તેણે ના પાડી. બાદશાહે કહ્યું, હું બાદશાહ છું.” ફકીરે કહ્યું, “તું તો એક દેશનો બાદશાહ છે. હું તો પૂરી દુનિયાનો બેતાજ બાદશાહ છું.” બાદશાહે તેને કહ્યું, “મારી પાસે સૈન્ય છે, જનાનખાનું છે અને ખજાનો છે, માટે હું બાદશાહ છું. તારી પાસે તો આમાંનું કશું જ નથી. તો પછી તું તારી જાતને બાદશાહ શી રીતે કહે છે ?' ફકીર બોલ્યો, “બાદશાહ સલામત સૈન્ય, જનાનખાનું અને ખજાનો એ બાદશાહપણાની નિશાની નથી પણ ગુલામીની નિશાની છે. તમે સૈન્ય રાખ્યું છે એ સૂચવે છે કે તમને દુશ્મનોનો ભય છે. તેથી દુશ્મનોથી પોતાનું રક્ષણ કરવા તમારે સૈન્ય રાખવું પડે છે. તમે જનાનખાનું રાખ્યું છે એ સૂચવે છે કે તમે વાસનાના ગુલામ છો. તેથી વાસનાઓને પોષવા તમારે જનાનખાનું રાખવું પડે છે. તમે ખજાનો રાખ્યો છે એ સૂચવે છે કે તમે ભિખારી છો, અસંતુષ્ટ છો, તમને લોભ સતાવે છે. તે લોભનો ખાડો પૂરવા તમારે ખજાનો રાખવો પડે છે. તમારું સુખ વસ્તુઓને આધીન છે. તે વસ્તુઓ મેળવવા તમારે ખજાનો રાખવો પડે છે. આમ સૈન્ય એ ભયની નિશાની છે, જનાનખાનું એ વાસનાની નિશાની છે અને ખજાનો એ ભિખારીપણાની નિશાની છે. તેથી જ બધું હોવા છતાં તમે દુઃખી છો. માટે હકીકતમાં તમે બાદશાહ નથી, પણ ગુલામ છો. તમારી પાસે જે છે તેમાંનું મારી પાસે કશું જ નથી. છતાં હું સુખી છું. મારે દુનિયામાં કોઈ દુશ્મન નથી. તેથી