________________
૧૦
ગતિ, વેદ અને તીર્થ દ્વારોમાં સત્પદપ્રરૂપણા નિર્વાઘાતથી – જ્યાંથી મોક્ષે જવાતું હોય ત્યાં સંહરણ કરે તે નિર્ચાઘાતસંહરણ. નિર્વાઘાતસંહરણથી સિદ્ધોનો કાળ જન્મને આશ્રયીને સિદ્ધોના કાળની જેમ જાણવો.
તદકલ - સિદ્ધ થવાનો અકાળ. (મનુષ્યક્ષેત્રની બહારના ત્રણલોકની જેમ જે કાળ બધા કર્મોનો ક્ષય કરવામાં સહકારી ન બને તે કાળ) ઉત્સર્પિણી અને અવસર્પિણીના બધા સમયોનો સમૂહ તે તદકાલ. તે સર્વલોકમાં હોય છે. જેમ કોઈ સાધ્યરોગનો ક્ષય કરવા લીંબડો, શિરીષવગેરે વનસ્પતિવિશેષ સમર્થ બને છે, પણ વનસ્પતિસામાન્ય નહી, તેમ વિશેષકાળ સિદ્ધ થવામાં સહાયક બને છે, સામાન્યકાળ સિદ્ધ થવામાં સહાયક બનતો નથી. આ સામાન્યકાળ એટલે તદકાલ. તે કેવલીસમુદ્રઘાતની અપેક્ષાએ અથવા સિદ્ધિક્ષેત્રમાં પ્રથમસમયસિદ્ધની અપેક્ષાએ કંઈકઉપયોગી છે. તદકાલમાં પણ જન્મથી અને સંકરણથી સિદ્ધ થાય છે. સમયક્ષેત્રના કાળને આશ્રયીને બીજે પણ કાળનો વ્યવહાર થાય છે. જયારે ભરતક્ષેત્રમાં-ઐરવતક્ષેત્રમાં અવસર્પિણી હોય ત્યારે સર્વલોકમાં અવસર્પિણી હોય છે. જ્યારે ભરતક્ષેત્રમાં-ઐરાવતક્ષેત્રમાં ઉત્સર્પિણી હોય ત્યારે સર્વલોકમાં ઉત્સર્પિણી હોય છે. જ્યારે ભરતક્ષેત્રમાં-ઐરાવતક્ષેત્રમાં તે તે આરા હોય ત્યારે સર્વલોકમાં તે તે આરા હોય છે. ૩) ગતિ -
વર્તમાનનયને આશ્રયીને મનુષ્યગતિમાં સિદ્ધ થાય છે.
પૂર્વભાવનયને આશ્રયીને ચારે ગતિઓમાંથી આવેલ મનુષ્ય સિદ્ધ થાય છે. ૪) વેદ -
વર્તમાનનયને આશ્રયીને અવેદી સિદ્ધ થાય છે.
પૂર્વભાવનયને આશ્રયીને પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદમાં રહેલો સિદ્ધ થાય છે. ૫) તીર્થ -
તીર્થકરો અને તીર્થકરીઓ સિદ્ધ થાય છે.
તીર્થકરોના તીર્થમાં અતીર્થંકર પુરુષો, સ્ત્રીઓ અને નપુંસકો સિદ્ધ થાય છે.