SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ક્ષેત્ર અને સ્પર્શના દ્વાર ૮૫ થી ૯૬ જીવો નિરંતર ૩ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૯૭ થી ૧૦૨ જીવો નિરંતર ૨ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૧૦૩ થી ૧૦૮ જીવો નિરંતર ૧ સમય સુધી સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૧૪) ગણના - જઘન્યથી ૧ સમયમાં એક સાથે ૧ સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી ૧ સમયમાં એક સાથે ૧૦૮ સિદ્ધ થાય છે. ૧૫) અલ્પબદુત્વ - ૧ સમયમાં એક સાથે ૨, ૩ વગેરે સિદ્ધ થયેલા અલ્પ છે. તેના કરતા ૧ સમયમાં એક સાથે ૧ સિદ્ધ થયેલા સંખ્યાતગુણ છે. (ii) ક્ષેત્ર - સિદ્ધો મનુષ્યક્ષેત્રમાં શરીરને છોડીને સિદ્ધશિલાની ઉપર લોકના અગ્ર ભાગે રહેલા છે. અલોકમાં ધર્માસ્તિકાય ન હોવાથી તેઓ લોકના અગ્રભાગથી આગળ જતાં નથી. ક્ષેત્ર વગેરે ૧૫ દ્વારોમાં આ મૂળ ક્ષેત્ર દ્વારની વિચારણા સ્વયં કરવી. | (iv) સ્પર્શના - એક સિદ્ધ પોતાના બધા આત્મપ્રદેશો વડે અનંતા સિદ્ધોને સ્પર્શે છે. તે પોતાના દેશ (થોડા) આત્મપ્રદેશો વડે અસંખ્યગુણ સિદ્ધોને સ્પર્શે છે. ક્ષેત્ર વગેરે ૧૫ દ્વારોમાં આ મૂળ સ્પર્શના દ્વારની વિચારણા સ્વયં કરવી. ક્ષેત્ર કરતા સ્પર્શને કંઈક વધુ હોય છે. () કાળ - જ્યાં જ્યાં ન સમયમાં ૧૦૮ સિદ્ધ કહ્યા હોય ત્યાં ત્યાં નિરંતર ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી સિદ્ધ થાય. જ્યાં જ્યાં ૧ સમયમાં ૨૦ સિદ્ધ કહ્યા હોય ત્યાં ત્યાં નિરંતર ઉત્કૃષ્ટથી ૪ સમય સુધી સિદ્ધ થાય. જ્યાં જ્યાં ન સમયમાં ૧૦ સિદ્ધ કહ્યા હોય ત્યાં ત્યાં નિરંતર ઉત્કૃષ્ટથી ૪ સમય સુધી સિદ્ધ થાય. શેષ સ્થાનોમાં નિરંતર ઉત્કૃષ્ટથી બે સમય સુધી સિદ્ધ થાય. યવમધ્યમાં નિરંતર ઉત્કૃષ્ટથી ૪ સમય સુધી સિદ્ધ થાય. બધે જઘન્યથી ૧ સમય સુધી સિદ્ધ થાય છે.
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy