________________
બુદ્ધ દ્વારમાં સત્પદપ્રરૂપણા
૧૫૩
ચારિત્ર પામીને સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે - કેટલાક સામાયિક, સૂક્ષ્મસં૫રાય, યથાખ્યાત આ ૩ ચારિત્ર પામીને સિદ્ધ થાય છે. કેટલાક સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત - આ ૪ ચારિત્ર પામીને સિદ્ધ થાય છે. કેટલાક સામાયિક, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય, યથાખ્યાત આ ૪ ચારિત્ર પામીને સિદ્ધ થાય છે. કેટલાક સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત આ ૫ ચારિત્ર પામીને સિદ્ધ થાય છે.
તીર્થંકરો સામાયિક, સૂક્ષ્મસં૫રાય, યથાખ્યાત - આ ૩ ચારિત્ર પામીને સિદ્ધ થાય છે.
-
૮) બુદ્ધ - સ્વયંબુદ્ધ, બુદ્ધીબોધિત, બુદ્ધબોધિત અને પ્રત્યેકબુદ્ધ સિદ્ધ થાય છે. સ્વયંબુદ્ધ - બાહ્ય નિમિત્ત વિના સ્વયં બોધ પામે તે.
બુદ્ધીબોધિત - બુદ્ધી એટલે મલ્લિનાથ પ્રભુ કે સામાન્ય સાધ્વી વગેરે. તેનાથી બોધ પામેલા તે બુદ્ધીબોધિત.
બુદ્ધબોધિત - બુદ્ધ એટલે તીર્થંકર કે આચાર્ય વં. તેનાથી બોધ પામેલા તે બુદ્ધબોધિત.
પ્રત્યેકબુદ્ધ - બાહ્ય નિમિત્તથી સ્વયં બોધ પામે તે.
આ ચારેનો બોધિ (સમ્યક્ત્વ), ઉપધિ, શ્રુત, લિંગ કૃત ભેદ છે. (i) બોધિ - સ્વયંબુદ્ધ બાહ્ય નિમિત્ત વિના જાતિસ્મરણ જ્ઞાન વગેરેથી બોધિ પામે છે. પ્રત્યેકબુદ્ધ બાહ્ય બળદ વગેરે નિમિત્તથી બોધિ પામે છે. તેઓ એકલા વિચરે છે, ગચ્છવાસીઓની જેમ સાથે વિચરતાં નથી. બુદ્ધીબોધિત અને બુદ્ધબોધિત બીજાના ઉપદેશથી બોધિ પામે છે.
(ii) ઉપધિ - સ્વયંબુદ્ધોની ઉપધિ ૧૨ પ્રકારની છે. તે આ પ્રમાણે રજોહરણ, મુહપત્તિ, ઊનનો કપડો (કાંબળી), સુતરના બે કપડા, પાત્રાસન, પાત્રા, પૂંજણી, પલ્લા, રજસ્રાણ, ઝોળી, ગુચ્છા. પ્રત્યેકબુદ્ધોની ઉત્કૃષ્ટ ઉપધિ ૯ પ્રકારની છે - ત્રણ કપડા વિના ઉપર પ્રમાણે. તેમની જઘન્ય ઉપધિ ૨ પ્રકારની છે - રજોહરણ અને મુહપત્તિ. બુદ્ધીબોધિત અને બુદ્ધબોધિતની ઉપધિ ૧૪ પ્રકારની છે - ઉપર પ્રમાણે ૧૨ પ્રકારની ઉપધિ