________________
પ્રકાશકીય નિવેદ.. વિ. સં. ૧૯૯૨ ની સાલમાં આ પુસ્તક છપાવવું શરૂ કરેલ. લગભગ બે અઢી વર્ષ સુધી છાપ કામ ચાલ્યુ, તેમાં ૨૨૪ પેઈજ સુધી ૧૪ ફોરમ સુધી છપાયું. બાદ પ્રેસ માલિકે પોતાના ધંધાની દિશા બદલી અને આના રચયિતા પૂજ્ય “મુનિરાજશ્રીએ પણ અન્ય અન્ય ગ્રંથના પ્રકાશનાદિ કાર્યોમાં લક્ષ્ય આપ્યું; એટલે વિ. સં. ૧૯૯૪ ની સાલ પછીથી આ પુસ્તકનું મુદ્રણકાર્ય અટકયું. તેના ઉપર વિષમ કાળને એવો પડદે પડયો કે આઠ આઠ વર્ષના થર ચડી ગયા. ઉપેક્ષાને કાટ ચઢતે ગયે. અસ્તુ
આ પુસ્તક સંસ્કૃત ભાષાના ઉપાસકાને ઘણું જ ઉપયોગિ છે. તેમાં પણ સંસ્કૃત વ્યાકરણના અભ્યાસક તેમજ અધ્યાપક વર્ગ માટે તે અત્યંત જ ઉપગિ છે. માટે અનેકા: અનેક અભ્યાસીઓ તેમજ સારા સારા પંડિત દ્વારા ચોમેરથી શીધ્ર પ્રકાશન માટે પ્રેરણા ઉપર પ્રેરણાઓ થવા લાગી. અમારી ભાવના મુજબ તો સ્વરાંત ભાગ સંપૂર્ણ કરી, આમાં આપેલા તમામ શબ્દોને અકારાદિ કેશ બનાવી, તેના સંસ્કૃત તથા ગુજરાતી તેમજ રાજકીય ભાષામાં અર્થ લખી, પ્રસ્તાવના. શુદ્ધિપત્ર તથા વિશિષ્ટ પરિ. શિષ્ટોથી વિભૂષિત આ પુસ્તકનું પ્રકાશન કરવાનું હતું, પરંતુ હાલના પેપર કંટ્રોલ તેમજ કોટા વગેરે ના કપરા સંયોગને લઈને તે મુરાદ બર આવી શકી નથી. અમારી આ મુરાદ શાસનદેવ સવેળા સફળ કરે એવી આશા રાખીયે છીએ. "૮ વર્ષ પૂર્વે જેટલો ભાગ છપાય તેટલા ભાગનું બાઈન્ડીંગ કરાવી હાલ આ પ્રકાશન કરેલ છે. આ અધુરા પ્રકાશનથી રખેને કોઈ મુંઝાતા! અનુકુળ સયોગ પામીને આગળનું છાપકામ ચલાવવાનું છે. વળી આ પુસ્તક છપાવવા માટે સખી ગ્રહસ્થાએ આપેલ સહકાર તથા સહાયકવર્ગના ઉપદેશક પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રપ્રભાવિજ્યજી મહાજશ્રીને સહકાર અવિસ્મરણીય તેમજ નોંધપાત્ર છે. બીજી આવૃત્તિમાં અથવા આગળના ભાગમાં શુદ્ધિપ્રત્રક આદિ આપવામાં આવશે, છતાં પાઠકવૃંદને હંસવૃત્તિથી રહી ગયેલ ખૂલનાઓ સુધારી વાંચવા, તથા તેથી અમોને વાકેફ કરવા નમ્ર ભાવે વિનવીએ છીએ. સુષુ કિં બહુના! શુભ ભવતુ. ૩ શાંતિઃ