________________
सप्तमोऽवसरः
जिनागमं येऽनधिगम्य सम्यग् गम्भीर/५९ - १] मात्मम्भरयो वराकाः । दानं निषेधन्ति वचो न कर्णे कर्णेजपानां करणीयमेषाम् ॥ १ ॥
કેટલાંક પોતાનું પેટ ભરવામાં જ તત્પર બિચારા જીવો ગંભીર જિનવચનને બરાબર સમજ્યા વિના દાનનો નિષેધ કરે છે, તેવા દુર્જનોનું વચન સાંભળવા યોગ્ય નથી. ॥ ૧ ॥
नो जानन्ति जिनागमं जडधियो नो सौगताद्यागमं नो लोकस्थितिमुज्ज्वलामृजुमहो व्यामोहयन्तोऽन्वहम् । दातॄणामथ गृहणतामसुमतां कृत्वाऽन्तरायं तरां मिथ्यादेशनया नयन्ति नरकं लोकं व्रजन्ति स्वयम् ॥ २ ॥
જડ બુદ્ધિવાળા જીવો નથી જિનાગમને જાણતા કે નથી બૌદ્ધ વગેરેના શાસ્ત્રોને જાણતા, તેઓ ઉજ્જવળ લોકસ્થિતિને પણ નથી જાણતા અને સરળ લોકોને હંમેશા ભરમાવે છે. મિથ્યા દેશનાથી દાતાઓ અને દાન લેનારા જીવોને અત્યંત અંતરાય કરીને તેમને નરકમાં લઇ જાય છે, અને પોતે પણ નરકમાં જાય છે. ॥ ૨ ॥