________________
१२७
षष्ठोऽवसरः इदं दर्शनसर्वस्वमिदं दर्शनजीवितम् । प्रधानं दर्शनस्येदं वात्सल्यं यत् सधार्मिके ॥ ५५ ॥
સાધુજનને જોતાની સાથે જેની આંખો વિકસિત થઈ જાય, જેના અંતરમાં તીવ્ર આનંદ ઉભરાય, તે જીવ સમ્યગ્દષ્ટિ છે. આ દર્શનનું સર્વસ્વ છે, આ દર્શનનું જીવિત છે, દર્શનમાં આ પ્રધાન છે, કે જે સાધર્મિક પર વાત્સલ્ય કરાય છે. મેં પપ येषां तीर्थकरेषु भक्तिरतुला पापे जुगुप्सा परा दाक्षिण्यं समुदारता शममतिः सत्योपकारे रतिः । ते सद्धर्ममहाभरैकधवला: पोता भवाम्भोनिधौ भव्यानां पततां पवित्रितधराः पात्रं परं सदृशः ॥ ५६ ॥
જેમને તીર્થકરો પ્રત્યે અતુલ્ય ભક્તિ છે, પાપ પ્રત્યે પરમ જુગુપ્સા છે, દાક્ષિણ્ય તથા અત્યંત ઉદારતા છે, ઉપશમસભર મતિ છે, સત્ય અને ઉપકાર કરવામાં રતિ છે, તેઓ સમ્યકુ ધર્મના પ્રભારથી અત્યંત ઉજ્જવળ છે, તેઓ ભવસાગરમાં ડુબતા ભવ્ય જીવો માટે નૌકા જેવા છે, તેમણે વસુંધરાને પાવન કરી છે. તેઓ સમ્યગ્દષ્ટિ માટે પરમ પાત્ર છે. તે પ૬ //