________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૮૦
આહારક– ઓજાહાર, લોમાહાર, પ્રક્ષેપાહાર એ ત્રણ પ્રકારમાંથી યથાસંભવ જે કોઇ પ્રકારનો આહાર કરનારા. (૬૮)
तेऽपि यावन्तं कालमनाहारकाः तांस्तथाभिधातुकाम आह—गाइ तिन्निसमया, तिन्नेव ऽन्तोमुहुत्तमित्तं च । साई अपज्जवसियं, कालमणाहारगा कमसो ॥ ६९ ॥ [एकाद्यांस्त्रीन्समयान् त्रीनेव अन्तर्मुहूर्तमात्रं च । साद्यपर्यवसितं कालमनाहारकाः क्रमशः ॥ ६९ ॥]
एकाद्यांस्त्रीन्समयान् विग्रहगतिमापन्ना अनाहारकाः । उक्तं च- "एकं દૌ વાનાહાર:' કૃતિ (તત્ત્વાર્થાધિશમસૂત્રે ૨-૩૨) વાશત્તિસમયગ્રહઃ । त्रीनेव समयाननाहारकाः समुद्घाते केवलिनः । यथोक्तम्—
कार्मणशरीरयोगी, चतुर्थके पञ्चमे तृतीये च ॥ ( प्रशमरति २७५ - २७६) समयत्रयेऽपि तस्मिन्, भवत्यनाहारको नियमात् ॥ १ ॥
अन्तर्मुहूर्तं चानाहारका अयोगिकेवलिनः तत ऊर्ध्वमयोगिकेवलित्वाभावादपवर्गप्राप्तेः । साद्यपर्यवसितं कालमनाहारकाः सिद्धा व्यक्त्यपेक्षया तेषां सादित्वादपर्यवसितत्वाच्च । अत एवाह - क्रमश एवंभूतेनैव क्रमेणेति ગાથાર્થ: || ૬ ||
અનાહારક જીવો જેટલા કાળ સુધી અનાહારક હોય છે તેટલા કાળને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે—
૧. ઓજાહાર– ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીર પર્યાપ્તિની નિષ્પત્તિ સુધી (મતાંતરથી સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિની નિષ્પત્તિ સુધી) ગ્રહણ કરાતા પુદ્ગલોનો આહાર. લોમાહાર– શરીર પર્યાપ્તિ (મતાંતરે સ્વયોગ્ય પર્યાપ્તિ) પૂર્ણ થયા બાદ સ્પર્શનેંદ્રિય(=ચામડી) દ્વારા ગ્રહણ કરાતા પુદ્ગલોનો આહાર.
પ્રક્ષેપાહાર– કોળિયાથી ગ્રહણ કરાતો આહાર.
લોમાહારના આભોગ અને અનાભોગ એમ બે પ્રકાર છે. જાણતાં=ઇરાદાપૂર્વક કરાતો લોમાહાર તે આભોગ લોમાહાર. જેમ કે શિયાળામાં મનુષ્યાદિ પ્રાણીઓ ઠંડી દૂર કરવા સૂર્ય આદિના ઉષ્ણ પુદ્ગલોનું સેવન કરે છે. અજાણતાં=ઇરાદા વિના થતો લોમાહાર અનાભોગ લોમાહાર છે. જેમ કે શિયાળામાં શીતળ અને ઉનાળામાં ઉષ્ણ પુદ્ગલો ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. અનાભોગ લોમાહાર પ્રતિસમય થાય છે. આભોગ લોમાહાર અમુક સમયે જ થાય છે.