________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૭૪ કહેવાય. અરિહંતના શાસન પ્રત્યે પ્રીતિ આદિ રૂપ સમ્યકત્વ નિશ્ચયનયને અભિપ્રેત સંયમાનુષ્ઠાનરૂપ સમ્યક્ત્વનો હેતુ બનવાનું જ છે. આ સમ્યકત્વ પણ શુદ્ધ ચિત્તવાળાઓને પંરપરાએ મોક્ષનું કારણ બનવાનું જ છે. કહ્યું છે કે- “જો તમે જિનમતને સ્વીકારો છો (માનો છો) તો વ્યવહારનિશ્ચય એ બંનેને ન મૂકો. કારણ કે વ્યવહારના ઉચ્છેદથી અવશ્ય તીર્થનો (શાસનનો) ઉચ્છેદ થાય.” (પંચવટુક ગાથા-૧૭૨) (૬૧)
वाचकमुख्येनोक्तं 'तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शन' (तत्त्वार्थाधिगमसूत्रम् १-२) । तदपि प्रशमादिलिङ्गमेवेति दर्शयन्नाह
तत्तत्थसदहाणं, सम्मत्तं तंमि पसममाईया । पढमकसाओवसमादविक्खया हुंति नियमेण ॥ ६२ ॥ [तत्त्वार्थश्रद्धानं सम्यक्त्वं तस्मिन्प्रशमादयः । प्रथमकषायोपशमाद्यपेक्षया भवन्ति नियमेन ॥ ६२ ॥]
तत्त्वार्थश्रद्धानं सम्यक्त्वं । तस्मिन्प्रशमादयोऽनन्तरोदिताः प्रथमकषायोपशमाद्यपेक्षया भवन्ति नियमेन । अयमत्र भावार्थ:- न ह्यनन्तानुबन्धिक्षयोपशमादिमन्तरेण तत्त्वार्थश्रद्धानं भवति । सति च तत्क्षयोपशमे तदुदयवद्भयः सकाशादपेक्षयास्य प्रशमादयो विद्यन्त एवेति तत्त्वार्थश्रद्धानं सम्यक्त्वमित्युक्तं ॥ ६२ ॥
વાચક મુખે (=ઉમાસ્વાતિ મહારાજે) કહ્યું છે કે- “તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે.” તે (=વ્યવહાર નયને સંમત તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ) સમ્યક્ત્વ પણ પ્રશમાદિ લિંગવાળું જ છે એ પ્રમાણે બતાવતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શનની વિદ્યમાનતામાં પ્રથમ કષાયના ઉપશમ આદિની અપેક્ષાએ પ્રશમાદિ ગુણો અવશ્ય હોય છે.
ટીકાર્થ- અહીં ભાવાર્થ આ છે– અનંતાનુબંધી રૂપ પ્રથમ કષાયના ક્ષયોપશમ આદિ વિના તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા થતી નથી. અનંતાનુબંધી કષાયોનો ક્ષયોપશમ થયે છતે અનંતાનુબંધીના ઉદયવાળા જીવોની અપેક્ષાએ આ જીવને પ્રશમાદિ હોય જ છે.