________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૭૨ ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ- જિનેશ્વરોએ સમ્યગ્દષ્ટિને આવા પ્રકારના પરિણામવાળો કહ્યો છે. સમ્યગ્દર્શનના ફળને કહે છે– સમ્યગ્દષ્ટિ થોડા કાળમાં સંસાર સમુદ્રને ઓળંગી જાય છે.
ટીકાર્થ– આવા પ્રકારના પરિણામવાળો=હમણાં કહેલા પ્રશમાદિના પરિણામવાળો.
થોડા કાળમાં– (સમ્યગ્દર્શનરૂપ) બીજને પ્રાપ્ત કર્યું હોવાથી ઉત્કૃષ્ટથી પણ કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલા કાળમાં મુક્તિની પ્રાપ્તિ થતી હોવાના કારણે થોડા જ કાળમાં સંસાર સમુદ્રને ઓળંગી જાય છે. (૬૦) एवंविधमेव सम्यक्त्वं इत्येतत्प्रतिपादयन्नाहजं मोणं तं सम्मं, जं सम्मं तमिह होइ मोणं ति ।। निच्छयओ इयरस्स उ, सम्मं सम्मत्तहेऊ वि ॥ ६१ ॥ [यन्मौनं तत्सम्यक् यत्सम्यक् तदिह भवति मौनमिति । निश्चयतः इतरस्य तु सम्यक्त्वं सम्यक्त्वहेतुरपि ॥ ६१ ॥]
मन्यते जगतस्त्रिकालावस्थामिति मुनिः तपस्वी, तद्भावो मौनं, अविकलं मुनिवृत्तमित्यर्थः । यन्मौनं तत्सम्यक् सम्यक्त्वं यत्सम्यक् सम्यक्त्वं तदिह भवति मौनमिति । उक्तं चाचाराङ्गे
जं मोणंति पासहा तं सम्मति पासहा । जं सम्मति पासहा तं मोणंति पासहा ॥ इत्यादि निश्चयतः परमार्थेन निश्चयनयमतेनैव एतदेवमिति । जो जहवायं न कुणइ, मिच्छद्दिट्ठी तओ हु को अन्नो । वड्डेइ य मिच्छत्तं, परस्स संकं जणेमाणो ॥ इत्यादि वचनप्रामाण्यात् । इतरस्य तु व्यवहारनयस्य सम्यक्त्वं सम्यक्त्वहेतुरपि अर्हच्छासनप्रीत्यादि कारणे कार्योपचारात् । एतदपि शुद्धचेतसां पारम्पर्येणापवर्गहेतुरिति । उक्तं च
जइ जिणमयं पवज्जह, ता मा ववहारनिच्छए मुयह । ववहारनयउच्छेए, तित्थुच्छेओ जओऽवस्सं ॥ इत्यादीनि ॥ ६१ ॥
આવા જ પ્રકારનું સમ્યગ્દર્શન છે એ વિષયનું પ્રતિપાદન કરતા ગ્રંથકાર કહે છે