________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • પર अपिशब्दाच्छ्रावकधर्मस्य प्रकृतत्वात्तच्चारित्रमप्योघतोऽणुव्रतगुणव्रतशिक्षापदभेदात् त्रिविधमेव । चशब्दः स्वगतानेकभेदसमुच्चयार्थः । उक्तं च- "तं च पंचहा सम्मत्तं उवसमं सासायणं खओवसमं वेदयं खइयं" । त्रैविध्यमुपदर्शयति- क्षायोपशमिकं तथौपशमिकं क्षायिकं च कारकादि वा कारकं आदिशब्दाद्रोचकव्यञ्जकपरिग्रहः । एतच्च वक्ष्यत्येवेति न प्रतन्यते । इदं च प्रज्ञप्तं प्ररूपितं वीतरागैरर्हद्भिरिति ॥ ४३ ॥
આનુષંગિક વિષય પૂર્ણ થયો. હવે પ્રસ્તુત સમ્યક્ત્વને કહે છે–
ગાથાર્થ– અરિહંતોએ સમ્યકત્વ પણ ક્ષાયોપથમિક, ઔપથમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારનું અથવા કારક આદિ ત્રણ પ્રકારનું કહ્યું છે.
ટીકાર્થ– સમ્યકત્વ– સમ્યક શબ્દ પ્રશંસા અર્થમાં કે અવિરોધ અર્થમાં છે. સમ્યફનો ભાવ તે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ એ પ્રશસ્ત અથવા મોક્ષનો અવિરોધી આત્મધર્મ છે.
સમ્યકત્વ પણ એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે-જેમ શ્રાવકનું ચારિત્ર સામાન્યથી અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાપદના ભેદથી ત્રણ પ્રકારનું જ છે તેમ સમ્યકત્વ પણ ત્રણ પ્રકારનું છે. મૂળ ગાથામાં શબ્દ સમ્યકત્વના અનેક ભેદોના સંગ્રહ માટે છે, અર્થાત સમ્યકત્વના બીજા પણ અનેક ભેદો છે એ જણાવવા માટે છે. કહ્યું છે કે- “તે સમ્યકત્વ ઉપશમ, સાસ્વાદન, ક્ષયોપશમ, વેદક અને ક્ષાયિક એમ પાંચ પ્રકારનું છે.”
કારક આદિ' એ સ્થળે આદિ શબ્દથી રોચક અને વ્યંજક (દીપક) એ બેનું ગ્રહણ કરવું. કારક આદિ ત્રણ પ્રકારનું સમ્યકત્વ ગ્રંથકાર કહેશે જ. આથી અહીં તેનો વિસ્તાર કરાતો નથી. (૪૩)
सांप्रतं क्षायोपशमिकं सम्यक्त्वमभिधित्सुराहमिच्छत्तं जदुदिन्नं, तं खीणं अणुइयं च उवसंतं । मीसीभावपरिणयं, वेयिज्जंतं खओवसमं ॥ ४४ ॥ [मिथ्यात्वं यदुदीर्णं तत्क्षीणं अनुदितं चोपशान्तम् । मिश्रीभावपरिणतं वेद्यमानं क्षायोपशमिकम् ॥ ४४ ॥] मिथ्यात्वं नाम मिथ्यात्वमोहनीयं कर्म । तत् यदुदीर्णं यदुद्भूतशक्ति उदयावलिकायां व्यवस्थितमित्यर्थः तत्क्षीणं प्रलयमुपगतं अनुदितं च अनुदीर्णं चोपशान्तं । उपशान्तं नाम विष्कम्भितोदयमपनीतमिथ्यात्वस्वभावं